હિંમતનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગર ખાતે ચૂંટણી સભાને સંબોધતાં ચૂંટણી સંદર્ભે મોટી વાત કરી હતી. જનતાને સંબોધતાં એમણે કહ્યું કે, આ ચૂંટણી કોઇ પાર્ટી હારે કે જીતે એના માટે નથી. આ ચૂંટણી તમારા સંતાનોના ભવિષ્ય માટે નિર્ણય કરવાની ચૂંટણી છે. વધુમાં એમણે હિંમતનગરની હિંમતની પ્રશંસા કરી હતી.
કેમ છો? કહીને ચૂંટણી સભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરની હિંમતની પ્રશંસા કરી હતી. મંગળવારે આવેલી આંધીમાં સભા મંડપને થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે તો મારે હિંમતનગરના હિંમતની પ્રશંસા કરવી જ પડે. મારા દિલ્હીના અધિકારીઓ ચિંતા કરતા હતા કે હવે શું થશે? મેં એમને કહ્યું કે ચિંતા ના કરો આ હિંમતનગર છે. આ બધા પહોંચી વળે એવા છે.
ચૂંટણી અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, આ ચૂંટણી કોણ લોકસભાનો સભ્ય બને? કોણ પાર્ટી હારે? કઇ પાર્ટી જીતે? એના માટે નથી. પરંતુ તમારા સંતાનોનું ભવિષ્ય કેવી બને એ નિર્ણય કરવા માટે છે. વધુ એમણે કહ્યું કે, આ ચૂંટણી રાષ્ટ્રવાદની ભાવનાવાળા જ દેશ ચલાવે કે રાષ્ટ્રના ટુકડા કરવાની ભાવનાવાળા દેશ ચલાવે? મોદીને ક્રેડીટ મળે કે ન મળે? એના માટે કોંગ્રેસ મોદીનું નામ બદનામ થાય એ માટે ગમે તે બોલે છે.
હિંમતનગર: પીએમ મોદીએ શું કહ્યું? જાણો વિગતે
દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ જાણવા ક્લિક કરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે