Home> Gujarat
Advertisement
Prev
Next

PM Modi Gujarat Visit: PM મોદી નાનાપોંઢામાં પહેલી ચૂંટણી સભા સંબોધશે

PM Modi Gujarat Visit: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે. તેઓ વલસાડ અને ભાવનગરમાં હાજરી આપીને ગુજરાતની જનતા વચ્ચે ઝંઝાવાતી પ્રચાર કરશે. PM મોદી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા નાનાપોઢા ખાતે સભા સંબોધન કરશે.

PM Modi Gujarat Visit: PM મોદી નાનાપોંઢામાં પહેલી ચૂંટણી સભા સંબોધશે

Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણી જાહેર થતાં જ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી લીધી છે. આજે પીએમ મોદી એક દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. પીએમ મોદી સુરત એરપોર્ટ પર આગમન થયા બાદ સીધા વલસાડ જવા રવાના થયા છે. જ્યાં વલસાડના કપરાડામાં જંગી જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી આજે નાના પોંઢામાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. નાનાપોંઢામાં પીએમની આ પહેલી ચૂંટણી સભા છે.

fallbacks

વડાપ્રધાનની ચૂંટણીસભાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પીએમ મોદી અહીં આવવાના હોવાથી વલસાડ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. 

PMનો વલસાડ પ્રવાસ દક્ષિણ ગુજરાત માટે મહત્વનો માનવામાં આવે છે. ભાજપના ગઢ દક્ષિણ ગુજરાતની 35 વિધાનસભા બેઠક છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે. તેઓ વલસાડ અને ભાવનગરમાં હાજરી આપીને ગુજરાતની જનતા વચ્ચે ઝંઝાવાતી પ્રચાર કરશે. PM મોદી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા નાનાપોઢા ખાતે સભા સંબોધન કરશે. ત્યારબાદ ભાવનગરમાં પણ હાજરી આપશે. 

વડાપ્રધાનની હાજરીમાં ભાવનગરના જવાહર મેદાન ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં માતાપિતા ગુમાવનાર, તેમજ સમસ્ત હિન્દુ સમાજની 522, ઉપરાંત મુસ્લિમ સમાજની 27 અને ખ્રિસ્તી સમાજની 3 સહિત 552 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના હોદેદારો પણ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More