Home> Gujarat
Advertisement
Prev
Next

PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું, '20 વર્ષ પહેલાં આખા ગુજરાતનું બજેટ 100 કરોડ હતું, આજે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા છે'

Gujarat Election 2022: આજે પણ પીએમ મોદી 4 જનસભા સંબોધશે. જેમાં પાલનપુર, દહેગામ, અરવલ્લી અને બાવળામાં વિજય સંકલ્પ સંમેલનમાં જનસભા સંબોધશે. વિધાનસભાની ચૂંટણીના એક સપ્તાહ પહેલા ભાજપે પ્રચાર માટે સંપૂર્ણ તાકાત હોમી દીધી છે.

PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું, '20 વર્ષ પહેલાં આખા ગુજરાતનું બજેટ 100 કરોડ હતું, આજે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા છે'

Gujarat Election 2022, મૌલિક ધામેચા,અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં જનતાને આકર્ષવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પાલનપુર અને મોડાસામાં જનસભાઓને સંબોધી. ત્યારબાદ તેઓ દહેગામ પહોંચ્યા છે. દહેગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનું વિજય સંકલ્પ સંમેલન યોજાનાર છે.

fallbacks

દહેગામથી પીએમ મોદી Live:

  • પીએમ મોદીએ કહ્યું, દહેગામને અભિનંદન આપવા આવ્યો છું. બપોરે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વટ પાડી દીધો.

  • પીએમ મોદીએ કહ્યું, આઝાદીના 75 વર્ષ અમૃતકાળમાં પહેલી ચૂંટણી છે. આ 5 વર્ષ માટેની ચૂંટણી નથી, પણ 25 વર્ષ પછી ગુજરાત કેવું હશે તેના માટે છે. સમૃદ્ધ દેશોના માપદંડો ગુજરાત આગળ હોય તેના માટે આપણે કામ કરવાનું છે.

  • પીએમ મોદીએ કહ્યું, આજે ગુજરાતે જે 20 વર્ષમાં કર્યું છે, તેમાં આત્મસાદ કરી મૂળભૂત વિકાસ કરી અગ્રણી રાજ્ય તરીકે ઉભું થયું છે. પહેલી વખત મુખ્યમંત્રી બન્યો ત્યારે વીજળી માટે માંગ કરી હતી આજે 24 કલાક વીજળી છે. ઘરે ઘરે નળથી જળ અને સિંચાઇ માટે પાણી પોહચાડ્યું. સુજલામ સુફલામ સિવાય દેશભરમાં અમૃત સરોવર બનાવી રહ્યા છીએ.

  • પીએમ મોદીએ કહ્યું, ભારતની અર્થવ્યવસ્થા આજે 5માં નંબરે છે મને દિલ્હી મોકલ્યો ત્યારે 10 નંબર પર હતા. 250 વર્ષ જેમણે આપણી પણ રાજ કર્યું તેમને પાછળ છોડ્યા એનો આનંદ છે પણ હવે અર્થવ્યવસ્થા માં એક થી ત્રણમાં પોહચવાનું છે.

  • પીએમ મોદીએ કહ્યું, ગાંધીનગર અને દહેગામ ટ્વીન સીટી હશે. ગિફ્ટ સિટીમાં જે આવશે તે રહેવા દહેગામ અને કલોલમાં જ રહેવા આવશે.દહેગામ, ગાંધીનગર અને કલોલ આ ત્રિકોણ દેશભરમાં વિકાસના નામે ઓળખાશે.ગાંધીનગર જિલ્લામાં ગામડુ અને શહેર જૂદા ન પાડી શકાય એટલો વિકાસ થયો છે.

  • મે એ વાત લખી રાખજો કે, એ દિવસ દૂર નહીં હોય જ્યારે ગાંધીનગર અને દહેગામ ટ્વિન સિટી હશે, ગાંધીનગર અને કલોલ ટ્વિન સિટી હશે અને સ્થિતિ એવી હશે કે દહેગામ, કલોલ અને ગાંધીનગર આ ત્રિકોણ આખા ગુજરાતની આર્થિક ગતિવિધીને દોડાવનારું મોટું કેન્દ્ર બની જશે.

  • પીએમ મોદીએ કહ્યું, મારુ સપનું હોય અને ગુજરાતની મદદ મળે તો ફાયદો બધાને મળે, પણ કમળ અહીંયાંથી મોકલવા પડે. 1600 કિ.મીનો દરિયાકિનારો હોય સામુદ્રિક તાકાત વધતી જાય એટલે મેરિટાઇમ યુનિવર્સિટી બનાવી.

  • પીએમ મોદીએ કહ્યું, ગાંધીનગર અને દહેગામ જિલ્લાનું ગૌરવ માટેનું કામ અહીંયા થયું છે. આજે દુનિયાની એકમાત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં છે, આજે દુનિયાની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ આપણા ગાંધીનગરમાં છે.

  • પીએમ મોદીએ કહ્યું, 20-25 વર્ષ પહેલા ગુજરાતમાં શિક્ષણનું બજેટ 1600 કરોડ રૂપિયા હતું આજે એ વધીને 33000 કરોડ રૂપિયા છે. આ ગુજરાતે પ્રગતિ કરી છે.

  • પીએમ મોદીએ કહ્યું, ગુજરાતનો વિકાસ મોદી નહીં, યુવાનો કરશે, વિકાસ માટે આંકાજ્ઞા હોવી ખુબ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું, ગાંધીનગર રેલવે સ્ટેશન પર એક સમયે કાગડા ઉડતા હતા. આજે દુનિયા જોવા આવે છે.

  • ગુજરાતનું જેટલું શિક્ષણનું બજેટ છે, ઘણા રાજ્યમાં આખા રાજ્યનું જ આટલું બજેટ હોય છે. શિક્ષણના ક્ષેત્રમાં થયેલા સુધારાનો લાભ આખા ગાંધીનગર જિલ્લાને મળ્યો છે
  • પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ વાળા મોદીને ભલે ગમે તેમ બોલતા હોય પણ એમને ભવિષ્યની ગતાગમ નથી. મારી પાસે આ જે શક્તિ છે એ માતા બહેનો ની શક્તિ મળે છે.

  • પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસના લોકો ટુકડા નાખતા હોય એમ કામ કરતા પણ અમે કરોડો ઘર બનાવી આપ્યા. આજે સેનામાં દીકરીઓ આગળ વધી રહીં છે.

  • બેક એકાઉન્ટમાં જન ઘન ખાતા ખોલાવ્યા, છાપા ,દૂધ , પાથરણા વાળા માટે લોન આપી , ડીઝીટલ ટ્રાન્જેકશન કરે તો વ્યાજમાં માફી મળે છે.

  • પીએમ મોદીએ કહ્યું, મારુ એક કામ કરશો? દહેગામ જિલ્લાના બધા રેકોર્ડ તોડવા છે. 2012, 2017 કરતા વધુ મતદાન એક એક પોલિંગ બુથ થવું જોઈએ. દરેક બુથમાંથી કમલ નીકળવું જોઈએ.

  • પીએમ મોદીએ કહ્યું, મારું એક અંગત કામ કરશો, કલોલ વાળાને પણ કહેવાય. મતદારોને, વડીલોને મળજો મારા વતી પગે લાગજો અને કહેજો આપના નરેન્દ્ર ભાઈ દહેગામ આવ્યા હતા. એમને પ્રમાણ પાઠવ્યા એ વાત પોહચાડજો

દહેગામમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ સહિત ગાંધીનગર જિલ્લા વિધાનસભાના ઉમેદવારો હાજર રહ્યા છે. ગાંધીનગર મેયર હિતેશ મકવાણા સહિત સંગઠનના કાર્યકરો ઉપસ્થિત છે. સભામાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો આજે ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ PM મોદીનો પ્રચાર

દહેગામમાં 2 વાગ્યે PM મોદી સભા સંબોધશે
તમને જણાવી દઈએ કે, દહેગામ બેઠક ગાંધીનગર જિલ્લામાં આવે છે. દહેગામ બેઠક પર PM મોદી સભા સંબોધીને ગાંધીનગરની તમામ 5 બેઠક પર જીત મેળવવાની આશા છે. 2017માં આ પાંચ પૈકી ભાજપને 2 અને કોંગ્રેસને 3 બેઠક મળી હતી.

બાવળા ખાતે 3 વાગ્યે PM મોદી સભાને કરશે સંબોધન
બાવળામાં સભા કરી ભાજપની અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની તમામ 5 બેઠક પર નજર છે. વર્ષ 2017માં આ પાંચ પૈકી 3 બેઠક ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસને જીત મળી હતી.

મહત્વનું છે કે, આજે પણ પીએમ મોદી 4 જનસભા સંબોધશે. જેમાં પાલનપુર, દહેગામ, અરવલ્લી અને બાવળામાં વિજય સંકલ્પ સંમેલનમાં જનસભા સંબોધશે. વિધાનસભાની ચૂંટણીના એક સપ્તાહ પહેલા ભાજપે પ્રચાર માટે સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસનાં એક દિવસ બાદ પ્રધાનમંત્રી ફરી બે દિવસના મિશન પ્રચાર પર નીકળ્યા અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. પ્રધાનમંત્રીને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More