Home> Gujarat
Advertisement
Prev
Next

PM Modi Gujarat Visit: ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 30 ઓક્ટોબરે પીએમ મોદી ખેરાલુના ડભોડા ખાતે આવશે. PM મોદી ખેરાલુના ડભોડામાં જંગી સભા સંબોધશે. તેમજ તેઓ ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરશે.

PM Modi Gujarat Visit: ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

Gandhingar News: ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બનવાના છે. પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 30 ઓક્ટોબરે પીએમ મોદી ખેરાલુના ડભોડા ખાતે આવશે. PM મોદી ખેરાલુના ડભોડામાં જંગી સભા સંબોધશે. તેમજ તેઓ ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરશે. હાલ પીએમ મોદીના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવ્યો છે.

fallbacks

Heart Attack: લો બોલો આ નવું આવ્યું! AMC કહે છે 'ઘી ખાવાથી હાર્ટ એટેક આવે છે'

પીએમ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે 9.30 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.  ત્યાંથી 10.20 કલાકે અંબાજી પહોંચશે. 10.30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. 11.45 કલાકે ખેરાલુ પહોંચશે અને 12 વાગે જનસભાને સંબોધન કરશે  2 વાગે ગાંધીનગર પરત ફરશે અને બાદમાં રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં જ કરશે. તો 31મી ઓક્ટોબરે સવારે તેઓ 6.35એ ગાંધીનગરથી કેવડીયા જવા રવાના થશે. સવારે 8 થી 12.30 વાગ્યા સુધી કેવડીયા એકતા પરેડમાં હાજરી આપશે અને 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

ગુજરાતમાં 'મહાઆંદોલન'ના એંધાણ! આ તારીખ બાદ 25થી 40 હજાર ખેડૂતો ભેગા થઈને ઉગ્ર આંદોલન

ઉલ્લેખનીય છે કે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન આવશે. આગામી 30 ઓક્ટોબર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેરાલુના ડભોડા ખાતે આવશે. જેમાં તેઓ જંગી સભાનં સંબોધન કરશે. હાલ ધરોઈને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી મહેસાણા જિલ્લાના વિવિધ વિકાસકાર્યોનું પણ ખાત મુહૂર્ત કરશે. 4778 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાત મુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંગે જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાત સરકાર આ કર્મચારીઓને આપશે દિવાળી બોનસ, જાણો શું કરી જાહેરાત

પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ચૂંટાયેલા સદસ્યો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ મહામંત્રી રજની પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેનની અધ્યાક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. 

દ્વારકામાં છે પ્રોજેક્ટ! ₹32નો એનર્જી સ્ટોક બન્યો રોકેટ ; 6 મહિનામાં 300% વળતર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More