ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી આજે દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં વિકાસકામોની ભેટ આપશે. પીએમ મોદી આજે સવારે 9.30 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી ચીખલી પહોંચશે અને ત્યાંથી મોટરમાર્ગે નવસારીના ખુડવેલ પહોંચશે. નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાશે, જ્યાં પીએમ મોદી 3050 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે, જેમાં 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાશે. આ વિકાસકામોમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે, જેમાં મધુબન બંધ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને લગભગ 200 માળ એટલે કે 1837 ફીટની ઉંચાઈ સુધી ઉપર પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત પીએમ મોદી નવસારીના ખુડવેલ ગામે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે. જે બાદ નવસારીમાં હેલ્થકેર કોમ્પ્લેક્ષ અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યાંથી અમદાવાદ જવા રવાના થશે. અમદાવાદના બોપલમાં પીએમ મોદી ISROના IN-SPACeના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. યુવાનોને નવી તક મળે તે માટે ISROનું આ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીનો પ્રોગ્રામ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે