Home> Gujarat
Advertisement
Prev
Next

Heeraba: નાનપણમાં બાળ નરેન્દ્ર ક્યાંક ગુમ થાય તો વડનગરની એક ખાસ જગ્યાએ હીરાબા તેમને શોધી લેતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી શોકની લહેર ફરી વળી છે. આ સાથે જૂના સંભારણા પણ મન પટલ પર છવાઈ રહ્યા છે

Heeraba: નાનપણમાં બાળ નરેન્દ્ર ક્યાંક ગુમ થાય તો વડનગરની એક ખાસ જગ્યાએ હીરાબા તેમને શોધી લેતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી શોકની લહેર ફરી વળી છે. આ સાથે જૂના સંભારણા પણ મન પટલ પર છવાઈ રહ્યા છે. હીરાબા અને નરેન્દ્ર મોદીનો માતા-પુત્ર પ્રેમ અવિસ્મરણીય છે. જેમાંથી એક અનોખો  કિસ્સો અહીં રજૂ કરી રહ્યા છે. 

fallbacks

નરેન્દ્ર મોદી સાથે વડનગરની અનેક રસપ્રદ વાતો સંકળાયેલ છે. જેમાં વડનગર રેલવે સ્ટેશન પર ચાની કીટલી પર ચા વેચવાની વાત આજે દેશભરના લોક મુખે રહી છે. તેમજ પ્રાચીન એવા શર્મિષ્ઠા તળાવની વાત કરીએ તો, બાળપણમાં મિત્રો સાથે આ તળાવમાં સ્નાન કરવાની મજા માણતા હતા. જ્યારે તેઓ મિત્રો સાથે આ સ્થળે  બેસતા ત્યારે આ પૌરાણિક ધરોહર ની જાળવણી આપણે કરવી પડશે તેવું કહેતા હતા. ત્યારે હાલ વડનગરની મોટાભાગની પૌરાણિક ધરોહરની સાચવણી સાથે અન્ય સભ્ય સમાજ સામે વિકાસ કરી ગામનો સોળે કળાયે વિકાસ કરી પોતાના વતનનું ઋણ પણ અદા કર્યું છે. તેમજ તેમણે જે કીટલી પર ચા વેચવાનું કામ કર્યું છે તેની જાળવણીની પ્રક્રિયા પણ હાથ ધરી સમગ્ર રેલવે સ્ટેશનનો વિકાસ હાથ ધરાયો છે. સાથે સાથે જાણવા મળ્યું કે નરેન્દ્ર મોદી બાળપણથી જ સાહસી હતા અને સ્કુલમાં પણ મોનિટરની ચૂંટણીની પ્રક્રિયામાં બિનહરીફ વિજય થતા એટલે રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા બાળપણથી જ નરેન્દ્ર મોદીના સ્વભાવમાં છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. 

નરેન્દ્ર મોદીની એક રસપ્રદ વાત ત્યાંના સ્થાનિકો પાસેથી જાણવા મળી અને આ જગ્યાનો ઉલ્લેખ તેમના ફિલ્મમાં પણ જોવા મળ્યો છે. તેમના રહેણાંક ઘર કે વિસ્તારથી થોડા અંતરે રામ ટેકરી નામની પ્રાચીન જગ્યા આવેલી છે. ત્યાં ભગવાન રામેશ્વર મંદિર નામનું પ્રાચીન શિવાલય આવેલું છે. ત્યાં નરેન્દ્ર મોદીએ તેમની દિનચર્યા બાદ વધતો મોટાભાગનો સમય અહીં વિતાવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી ગામમાં કોઈ જગ્યાએ ના મળે ત્યારે તેમના મિત્રો તેમજ પરિવારજનો ખાસ આ જગ્યાએ જ હશે તેવું માની લેતા હતા અને અહીંથી જ તેઓ મળતા તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. તેમના માતા હીરાબા આ જગ્યાએ આવી ‘નરૂ... નરૂ...’ કહી બૂમ પાડી તેમને બોલાવીને ઘેર લઈ જતા હતા. આમ હાલ વડનગરવાસીઓ માટે નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલ જગ્યાઓ સાથેની તેમની વાતો વાગોળી ગર્વ સાથે આનંદ અનુભવી રહ્યા છે.

લાઈવ ટીવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More