આશ્કા જાની/અમદાવાદ: આજે પીએમ મોદીના માતા હીરા બાએ શતાયુમા પ્રવેશ કર્યો છે. ત્યારે મોદી પરિવાર માટે આ પ્રસંગ ખાસ બની રહ્યો છે. PM મોદીના માતા હીરાબાના જન્મદિવસની વિશેષ ઉજવણી પરિવાર દ્વારા ધાર્મિક રીતે કરવામા આવી રહી છે. મોદી પરિવાર દ્વારા આ પ્રસંગે વડનગરના હાટકેશ્વર અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનુ આયોજન કરાયુ છે. PM મોદીના પરિવારજનોએ જગન્નાથ મંદિરમાં કાળી રોટી-ધોળી દાળના ભંડારાનું મંદિરમાં આયોજન કર્યુ છે. કારણ કે, હીરા બાને આ મંદિર પ્રત્યે વિશેષ લગાવ હતો. આ કારણે સવારે જ હીરાબાનો પરિવાર જગન્નાથ મંદિર પહોંચ્યો હતો. માતાના લાંબા આયુષ્ય માટે અને હીરાબા સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરી હતી.
હીરાબાનો આખો પરિવાર અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. પરિવારે હીરા બાનો જગન્નાથ મંદિર પ્રત્યે વિશેષ લગાવ હોવાનુ જણાવ્યુ હતું. હીરાબાના પુત્ર અમૃતભાઈ મોદીએ જણાવ્યું હતું કે, અમારા માટે આનંદનો પ્રસંગ છે. માતાની લાગણી જગન્નાથ પ્રત્યે હતી. તેથી અમે મળીને ભંડારાનું આયોજન કર્યુ છે.
એક કુટુંબીજને જણાવ્યુ કે, અમને આજે અલૌકિક આનંદ થઈ રહ્યો છે. અમે પરિવાર સાથે અ બાનો જગન્નાથ સાથે લગાવ હતો. પિતા અમદાવાદ એસટી કેન્ટીન સંભાળતા, તો માતા અહી આવતા તો જગન્નાથ મંદિર આવવાનો આગ્રહ રાખતા અન્ય એક કુંટુંબીજને કહ્યું કે, પરિવાર માટે અમારા માટે બા એટલે દૈવી સ્વરૂપ છે. બધાએ આજે તેમની પૂજા કરી છે. તેમના સંસ્કારો પર જ આજે બધુ થયુ છે. દાદી વડનગરથી આવતા તો આ મંદિરમાં દર્શન કરવા અચૂક જતા.
તમને જણાવી દઈએ કે, 100 વર્ષે હીરાબાનો આખો પરિવાર સાથે મળીને જમશે. આજે સૌ લોકો એક સાથે ભેગા થયા છે અને બધા ભેગા મળીને જમશે.
વડનગરના બાળકોને મગની શીરો અપાયો
વડાપ્રધાનના વતન વડનગરમાં આજે હીરા બાના જન્મદિન નિમિત્તે અનેક વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે. હીરા બાના દીર્ઘાયુ આયુષ્ય અને તંદુરસ્તી માટે પ્રહલાદ મોદી દ્વારા નવચંડી યજ્ઞ કરાયો. યજ્ઞ બાદ વડનગરની તમામ શાળાના બાળકોને પ્રસાદ વિતરણ કરાયું. વડનગરની તમામ શાળાના બાળકોને શીરો અને મગનો પ્રસાદ આપવામાં આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે