નવી દિલ્હી: ગુજરાતમાં સતત થઈ રહેલા વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જગ્યા જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યાઓ ઉભી થઇ રહી છે. તમામ મુશ્કેલીઓ વચ્ચે એક નયનરમ્ય વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાતે ટ્વિટર પર શેર કર્યો છે. વરસાદની વચ્ચે મોઢેરા સૂર્ય મંદિરનો એક અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 144 તાલુકામાં વરસાદ, સૌથી વધુ બનાસકાંઠામાં વરસાદ વરસ્યો
મોઢેરાના સૂર્ય મંદિરનો વીડિયો ટ્વિટ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદની વચ્ચે અદ્ભુત દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લામાં ડેમ, જળાશયો ઓવરફ્લો થઇ રહ્યાં છે. પરિસ્થિતિ પર ગંભીર બને તે પહેલા જળાશયોના ગેટ ખોલવામાં આવી રહ્યાં છે.
જુઓ વીડિયો:-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે