ચેતન પટેલ, સુરતઃ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરતમાં ભવ્ય રોડ શો કર્યો. અને આ સાથે જ તેમણે વિશાળ જનમેદનીને પણ સંબોધન કર્યું. જેમાં સુરતને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવવા માટે પીએમ મોદીએ સુરતીલાલાઓને આપ્યો 4-P નો મંત્ર. પીએમ મોદીએ કહ્યુંકે, આ સદીના શરૂઆતી દશકાઓમાં જ્યારે 3-P એટલેકે, Public Private Partnership ની ચર્ચા થતી હતી, ત્યારે હું કહેતો હતોકે, સુરત 4-Pનું ઉદાહરણ છે. 4-P એટલે People, Public, Private Partnership. આ જ મોડલ સુરતની વિશેષતાઓને દર્શાવે છે.
આજે પીએમ મોદીએ સુરતમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપી. આ ઉપરાંત સુરતમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો. રોડ શોના રૂટને ભગવા રંગથી શણગારાયો હતો. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ સભાને સંબોધન કર્યું. જાણો પીએમ મોદીએ નવરાત્રિ ટાણે સુરતને કઈ-કઈ સોગાતો ભેટ સ્વરૂપે આપી...
પીએમ મોદીએ સુરતમાં કયા-કયા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું?
ખોલવડમાં IIITનું લોકાર્પણ, વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળશે
કેન્દ્ર સરકારે કામરેજના ખોલવડ ખાતે 12 કરોડના ખર્ચે નિર્મિત IIIT ( ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનું લોકાર્પણ કરાશે. આઈટીના અભ્યાસને વેગ મળશે અને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળી રહેશે.
સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે વ્યવસાયિક આદાનપ્રદાન તેમજ મુસાફરોની હેરફેર માટે 70 કરોડના ખર્ચે હજીરા ખાતે હજીરાથી ઘોઘા રોપેક્ષ ફેરીના ટર્મિનલનું લોકાર્પણ કરાશે. બે વર્ષ અગાઉ હજીરાના અદાણી પોર્ટ ટર્મિનલ પર કામચલાઉ ધોરણે રોરો, રોપેક્ષ ફેરી શરૂ કરાઈ હતી. હવે પંડિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા હજીરા ખાતે નવ નિર્મિત ટર્મિનલ પર ફેરી સેવા ઉપલબ્ધ બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે