Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદીએ અમદાવાદની શાળામાં કર્યું મતદાન, ગુજરાતની જનતાને આપ્યો ખાસ સંદેશ

Gujarat Loksabha Election 2024 : લોકસભા 2024 ની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું 
 

PM મોદીએ અમદાવાદની શાળામાં કર્યું મતદાન, ગુજરાતની જનતાને આપ્યો ખાસ સંદેશ

Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનના મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વહેલી સવારથી રાજકારણના દિગ્ગજો પરિવાર સાથે વોટ કરવા પહોંચી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એકસાથે વોટ કરવા પહોંચ્યા હતા. વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલતા પીએમ મોદી અને અને અમિત શાહ રાણીપ ખાતેના નિશાન સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા. 

fallbacks

મતદાન પહેલા પીએમની ટ્વીટ 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મતદાનના દિવસ ટ્વીટ કરીને જનતાને ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે, આજે યોજાઈ રહેલ ચૂંટણીના તબક્કામાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કરી આપ મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી. લોકશાહીના આ મહાપર્વમાં આપની સક્રિય ભાગીદારી ચોક્કસપણે ચૂંટણીને વધુ ગતિશીલ બનાવશે. 

 

 

કોણે કોણે મતદાન કર્યું 
આજે લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જેમાં ગુજરાતના 4.97 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને UP નાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન કરશે. હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મંડપ કુલર અને પાણીની વ્યવસ્થા મતદાન મથક ઉપર કરાઈ છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું. પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પોતાના વતન જામાપગીનાં મુવાડા ખાતે પહેલું મતદાન કર્યુ. કેન્દ્રીય મંત્રી ભાનુબેન બાબરીયાએ પણ વહેલી સવારે મતદાન કર્યું. વલસાડ લોકસભાના કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો. ઉનાઈમાં ઉષ્ણ અંબા માતાજીના આશીર્વાદ લઇ ઉનાઈ ગ્રામ પંચાયત ખાતેના મતદાન મથકે અનંત પટેલે મતદાન કર્યું. 

 

તો વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરતા લખ્યું કે, લોકશાહીના પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આપના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તન માટે આપ સહુ મતદાન કરો તેવી વિનંતી સહ અપીલ કરું છું. આજે જ્યારે સરકાર દસ વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહી છે ત્યારે લેખાજોખા કરી મતદાન કરવા પધારો એવી વિનંતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More