PM Modi in Gujarat: ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે. PM મોદીના ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, સૌ કોઈ પ્રધાનમંત્રીને આવકારવા માટે ઉત્સાહિત છે. પ્રધાનમંત્રી જ્યારે જ્યારે ગુજરાત આવે ત્યારે ત્યારે કંઈને કંઈક ભેટ આપતા હોય છે. ત્યારે આ વખતે ગુજરાતને શું ભેટ આપશે?
ત્રીજી વખત દેશની ધૂરાં સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે. PM મોદી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે કંઈકને કંઈક ભેટ ગુજરાતને આપતા રહ્યા છે. આ વખતે પણ ગુજરાતીઓ માટે ખાસ ભેટ તેઓ આપવાના છે. તો પ્રધાનમંત્રીના પ્રવાસની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી વિશાળ જનમેદનીને સંબોધિત કરવાના છે. હાલ ગ્રાઉન્ડ પર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 16 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી દેશને પહેલી વંદે મેટ્રો ટ્રેનની ફેટ આપવાના છે. અમદાવાદથી ભૂજ વચ્ચે દોડનારી આ વિશેષ ટ્રેનની વિશેષતા તમને અચંબિત કરી મુકશે.
પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે બપોર પછી ગુજરાત આવશે, સાંજે સાડા ચાર વાગ્યે PM અમદાવાદ એરપોર્ટથી સીધા વડસર એરફોર્સ સ્ટેશન પહોંચશે, સાંજે છ વાગ્યે રાજ ભવન પહોંચશે, રાજ ભવનમાં જ રાત્રિ રોકાણ કરશે, રાત્રે રાજ ભવનમાં કેટલીક બેઠકો કરી શકે છે, 16 સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે, સવારે 10 વાગ્યે PM મોદી ચોથી ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યૂએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે, બપોરે 3.30 કલાકે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે, સાંજે છ વાગ્યે PM રાજ ભવન પરત આવશે અને રાત્રે રાજ ભવનમાં રોકાશે, 17 સપ્ટેમ્બરે સવારે નવ કલાકે ભુવનેશ્વર માટે રવાના થશે.
પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. AMC અને ઔડાના કરોડોના કાર્યોનું કરશે ખાતમુહૂર્ત કરશે. 1100 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને 37 કરોડના કાર્યોનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. જેમાં આઈકોનિક રોડ, વોટર પ્રોજેક્ટ સહિતના કામોનો સમાવેશ થાય છે.
અમદાવાદ અને ગાંધીનગરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા. આખરે હવે તેનો અંત આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ કરાવવા થઈ રહ્યા છે. મોટેરા મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ 2 અંતર્ગત મેટ્રો સેવાને મોટેરાથી છેક ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી લંબાવવામાં આવી છે. 22.84 કિલોમીટરના આ રૂટમાં મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર અને 5.42 કિલોમીટર GNLU-ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ બંને શહેરો વચ્ચેની મુસાફરી કરતા નાગરિકોના સમય અને ખર્ચની બચત થશે અને સુવિધામાં વધારો થશે. ત્યારે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવા શરૂ થતાં લોકોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
મેટ્રોની સાથે અન્ય પણ અનેક વિકાસ કાર્યોની પ્રધાનમંત્રી ભેટ ગુજરાતને આપવાના છે. 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીનો જન્મદિવસ પણ છે તેથી ભાજપ દ્વારા સેવા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.. આ વખતે પણ ભાજપે પ્રધાનમંત્રીના જન્મદિવસે ખાસ તૈયારીઓ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે