Home> Gujarat
Advertisement
Prev
Next

PM Modi Gujarat Visit: દિવાળી પહેલા ફરી એકવાર PM મોદી આવશે ગુજરાત, જાણો બે દિવસનો સંભવિત કાર્યક્રમ

PM Modi Gujarat Visit: વડાપ્રધાન ફરી આગામી તા.19અને 20ના રોજ રાજકોટના પ્રવાસે આવશે. આગામી તા.19ના રોજ વડાપ્રધાન રાજકોટ આવશે અને રાજકોટમાં રોડ-શો તેમજ જનસભા અને અનેક વિકાસના કામો કરવામાં આવશે.

 PM Modi Gujarat Visit: દિવાળી પહેલા ફરી એકવાર PM મોદી આવશે ગુજરાત, જાણો બે દિવસનો સંભવિત કાર્યક્રમ

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદી આજે તેમનો ગુજરાત પ્રવાસ પુરો કર્યો છે, ત્યાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રની મુલાકાત આવવાના છે.  રાજકોટમાં પણ વડાપ્રધાનનો રોડ શો અને સભા યોજવાની છે. આગામી 19 તારીખે યોજાનારા કાર્યક્રમને લઈને અત્યારથી જ તૈયારીઓનો ધમધમા શરૂ થઈ ગયો છે.

fallbacks

આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ રાજકોટ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ફરી આગામી તા.19અને 20ના રોજ રાજકોટના પ્રવાસે આવશે. આગામી તા.19ના રોજ વડાપ્રધાન રાજકોટ આવશે અને રાજકોટમાં રોડ-શો તેમજ જનસભા અને અનેક વિકાસના કામો કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઈને લોકોમાં પણ અનોખો ઉત્સાહ હોવાની વાત મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More