MISHTI Scheme for Mangrove Plantations : ‘મિસ્ટી’ નામ સાંભળીને તમને લાગશે કે આ કોઈએ મીઠાઈનું નામ છે. પરંતુ આ મિસ્ટી ભારતના કાંઠા વિસ્તારને હાઈટાઈડ, સુનામી જેવી પ્રાકૃતિક આપદાઓથી સુરક્ષિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ભારતના કાંઠા વિસ્તારને પ્રાકૃતિક આપદાથી સુરક્ષિત કરવા માંગે છે. આ જ કારણ છે કે તેઓ પાંચમી જૂનના રોજ મિસ્ટી પ્રોજેક્ટની શરૂઆત કરશે. પ્રોજેક્ટ અંતર્ગત કાંઠા વિસ્તારમાં મેંગ્રુવ વનસ્પતિ ઉગાડવામાં આવશે સુરતની વાત કરવામાં આવે તો દાંડી, કડિયાબેટ, ડભારી અને ઝીણીના બે હેક્ટરમાં મેંગ્રુવ વાવણી કરાશે. અંદાજિત 100 હેક્ટરમાં મેંગ્રુવની વાવણી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
દરિયાનું કવચ બનશે મેન્ગ્રુવ
સુરત વન વિભાગના ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું કે, 5 જુનના રોજથી દેશના 11 રાજ્ય તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં આવનાર પાંચ વર્ષમાં મેંગ્રુવના વાવેતરને પ્રધાનતા આપવામાં આવશે. દરિયાકાંઠા વિસ્તાર વાળા રાજ્યો માટે ‘મિસ્ટી’ પ્રોજેક્ટ અંતર્ગત મેંગ્રુવની વાવણી કરવામાં આવશે. મિસ્ટી પ્રોજેક્ટ આવનાર વર્ષોમાં કુદરતી હોનારતો અને સુનામી સામે રક્ષા કવક્ષ બનશે. મિસ્ટી એટલે (મેંગ્રુવ ઇન્વેંટીવ ફોર શોરલાઈન હેબિટેટ એન્ડ ટેંગીબ ઈંકમ્સ). વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ના કારણે દેશના તમામ એવા રાજ્યો કે જે કાંઠા વિસ્તાર સાથે જોડાયેલા છે, ત્યાં ક્યારે પણ સુનામી અને પ્રાકૃતિક આપદા મોટું નુકશાન ન કરે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત પર એક નહિ બે સંકટ : એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે, ફરી ચક્રવાત તબાહી લાવશે
5 મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેંગ્રુવની વાવણીનો આરંભ કરાવશે. આ પ્રોજેક્ટ માટે સુરત વન વિભાગએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત શહેરના દાંડી કડિયાબેટ, છીણી અને અંતર્ગત આવનારા કાંઠા વિસ્તારમાં બે હેક્ટર વિસ્તારમાં મેંગરુની વાવણી કરવામાં આવશે. ત્યારબાદ આવનાર દિવસોમાં હજીરાથી હાસોટ સુધી દરિયા કિનારે 1000 હેક્ટરમાં મેંગ્રુવનુ સામ્રાજ્ય જોવા મળશે.
અમદાવાદીઓ આ ખાતા પહેલા સાવધાન! ફેમસ KFC રેસ્ટોરન્ટના પાણીમાં મળ્યા બેક્ટેરિયા
આ દરિયાઈ વનસ્પતિની ખાસિયત છે કે આ ખારા અને મીઠા પાણીમાં ઉગે છે. એટલે કે જ્યાં પણ દરિયા અને નદી હોય તેના સંગમ સ્થાને આ ઉગતું હોય છે. આ વનસ્પતિના કારણે સુનામી અને અન્ય દરિયાઈ પ્રાકૃતિક આપદાથી સુરક્ષા મળે છે. ઉલ્લેખનીય છે કે, આખા દેશમાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો ગુજરાતમાં છે. આશરે 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. તેથી અહીં અવારનવાર દરિયા કિનારે ભરતીથી લઈ અન્ય પ્રાકૃતિક આપદા આવવાની સંભાવના હોય છે.
છાશવારે મુંબઈ ઉપડી જતા ગુજરાતીઓ માટે મોદી સરકારની નવી ભેટ, ગડકરીએ કરી જાહેરાત
દરિયાને આગળ વધતા કેવી રીતે અટકાવે છે મેન્ગ્રોવ
ગુજરાત તરફ આવી રહ્યું મોટું ચક્રવાત, આ શહેરોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે
મન્ગ્રોવનું મહત્વ
વનસ્પતિ શાસ્ત્રી વર્ષા પેઠેએ જણાવ્યું કે, મેન્ગ્રોવ જંગલો, જેને મેન્ગ્રોવ સ્વેમ્પ્સ, મેન્ગ્રોવ ગીચ ઝાડીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભીની જમીનાં જોવા મળે છે. જે દરિયાકાંઠાના આંતર ભરતી ઝોનમાં જોવા મળે છે. મેન્ગ્રોવની લગભગ 80 વિવિધ પ્રજાતિઓ છે, જે તમામ ઓછી ઓક્સિજનવાળી જમીન ધરાવતા વિસ્તારોમાં ઉગે છે, જ્યાં ધીમી ગતિએ ચાલતા પાણી ઝીણા કાંપને એકઠા થવા દે છે. ઘણા મેન્ગ્રોવ જંગલો તેમના પ્રોપ મૂળની ગાઢ ગૂંચ દ્વારા ઓળખી શકાય છે. જે વૃક્ષો પાણીની ઉપરના કાંઠા પર ઊભા હોય તેવું લાગે છે.
એશિયાની સૌથી મોટી ડેરી હાથમાંથી ગઈ તો શંકર ચૌધરીનું સહકારી રાજકારણ પૂરુ થઈ જશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે