અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મ જયંતિ છે, જેને લઇને દેશભરમાં લોકો રાષ્ટ્રપિતાની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી એરપોર્ટ પર 10 હજાર જેટલા લોકોનું સંબોધન કરશે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવ માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાઘડી પહેરાવી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા સંબોધનના અંશો
વડાપ્રધાન મોદીએ શું કહ્યું? જાણો
એરપોર્ટ પર 10 હજાર લોકોનું સંબોધીત કર્યા બાદ પીએમ મોદી ગાંધી આશ્રમ ખાતે આવશે અને લગભગ 20 મીનિટ સુધી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે વિતાવશે. ત્યારબાદ રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સરપંચોના સંમેલનને સંબોધન કરશે. જેમાં ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત દેશ જાહેર કરાશે. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના વિચારને આ ભેટ હશે.
જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પીએમ મોદી જીએમડીસી મેદાનમાં માઁ અંબાની આરતી પણ ઉતારશે. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મનપા મેયર સહિત પ્રદેશ ભાજપ અને શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. પીએમ મોદી જીએમડીસી મેદાનમાંમાં પણ સંબોધન કરે તેવી શક્યતાઓ છે. સંબોધન માટે નવો મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આરતી ઉતારયા બાદ પીએમ મોદી મેદાનમાં ગરબા પણ નિહાળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે