Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત હાઈકોર્ટે કોરોનાકાળમાં જે રીતે ઓનલાઈન કામ કર્યું તે કાબિલેદાદ છે : PM મોદી 

ગુજરાત હાઈકોર્ટે કોરોનાકાળમાં જે રીતે ઓનલાઈન કામ કર્યું તે કાબિલેદાદ છે : PM મોદી 
  • ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતી પર પીએમ મોદીએ ઓનલાઈન સંબોધન કર્યું 

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં હીરક જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ હીરક જયંતિ પર સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું. જેના બાદ પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) એ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. કાયદાના વિદ્યાર્થીઓએ સમગ્ર સંબોધનને ઓનલાઈન નિહાળ્યું હતું. તેમણે સંબોધનમાં કહ્યું કે, આપણા ન્યાય વ્યવસ્થાની ગૌરવશાળી ઈમારત બારના પિલર પર ઉભી છે. બાર અને જ્યુડિશરી મળીને ન્યાયના ઉદ્દેશને પૂરા કરે છે. ગુજરાત હાઈકોર્ટને ડાયમંડ જ્યુબિલી અવસર પર અભિનંદન. ગુજરાત હાઈકોર્ટે સત્ય અને ન્યાય સાથે જે રીતે કામ કર્યું છે, તેણે ભારતીય ન્યાયિક વ્યવસ્થા અને લોકતંત્રને મજબૂત કર્યું છે. આજે દેશવાસીઓને કહી શકાય છે કે, આપણી જ્યુડિશરીએ સંવિધાનને મજબૂત કર્યું છે. 

fallbacks

તેમણે ભારતની ન્યાયપાલિકા વિશે કહ્યું કે, આજે દેશવાસી સંતોષ સાથે કહી શકે છે જ્યુડિશીરએ સંવિધાન પ્રત્યે પોતાનું દાયિત્વ દ્રઢતા સાથે નિભાવ્યું છે. તેઓએ સંવિધાનને મજબૂત કર્યો છે. દેશવાસીઓનો હકની રક્ષા અને દેશહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની હોય ત્યારે જ્યુડિશરી પોતાનું દાયિત્વ સમજીને નિભાવ્યું છે. ભારતીય સમાજમાં રુલ ઓફ લો સદીઓથી સભ્યતા, સંસ્કારોનો આધાર રહ્યો છે. સુરાજ્યની જડ ન્યાયમાં છે. આ વિચાર આદિકાળથી આપણા સંસ્કારોનો હિસ્સો રહ્યો છે. આ મંત્રે સ્વતંત્રતા સંગ્રામને પણ નૈતિક તાકાત આપી છે. આ જ વિચાર આપણા સંવિધાન નિર્માતાઓએ સૌથી ઉપર રાખ્યા હતા. 

વધુમાં કહ્યું કે, જ્યુડિશરી અને સરકારનું દાયિત્વ છે કે લોકતંત્રમાં સાથે મળીને વર્લ્ડ ક્લાસ જ્યુડશરી સિસ્ટમ ઉભી કરે. કોરોના મહામારીમાં વધુ એક દેશે પોતાનું સામ્યર્થ બતાવ્યું, તો આપણી ન્યાય પાલિકાએ સમર્પણનું ઉદાહરણ બતાવ્યું. ગુજરાત હાઈકોર્ટે જે રીતે લકડાઉનમાં વીડિયો કોન્ફરન્સ, એસએમએસ કોલાઆઉટ, કેસની ઈ-ફાઈલિંગની સુવિધા શરૂ કરી, કોર્ટ રૂમનું યુટ્યુબ પર સ્ક્રીનિંગ શરૂ કર્યું, જજમેન્ટ અને ઓર્ડર વેબાસઈટ પર ઓર્ડર કર્યા તે બતાવે છે કે, આપણી જસ્ટિસ સિસ્ટમ કેટલી એડપ્ટીવ અને અપગ્રેટેડ છે. ગુજરાત હાઈકોર્ટ કોરોનાકાળમાં પેન્ડિંગ કેસનું લાઈવ સ્ટ્રીમિંગ કરનાર દેશની પહેલી કોર્ટ છે. ઓપન કોર્ટની વાતને પણ ગુજરાત હાઈકોર્ટે સાકાર કરી છે. કાયદા મંત્રાલયે જે રીતે કોર્ટ ઈન્ટીગ્રેટેડ મિશન બોર્ડ અંતર્ગત જે ડિજીટલ પ્લેટફોર્મ બનાવ્યું, તેણે ઓછા સમયમાં કામ કર્યું. ડિજીટલ ઈન્ડિયા મિશન તેજીથી જસ્ટિસ સિસ્ટમ આધુનિક બનાવી રહ્યું છે. દેશની 18 હજારથી વધુ કોર્ટ કોમ્પ્યુટરાઈઝ્ડ બની છે. 

તેમણે કહ્યું કે, તમામ અદાલતોમાં ઈ પ્રોસીડિંગમાં તેજી આવી છે. સુપ્રિમ કોર્ટ દુનિયામાં વીડિયો કોન્ફરન્સીંગથી સુનવણી કરનાર પહેલી કોર્ટ બની છે. હાઈકોર્ટ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટ પણ કોવિડકાળમાં વધુ સુનવણી કરી ચૂક્યા છે. ઈઝ ઓફ જિસ્ટીસને નવુ રૂપ મળ્યું છે. અદાલતોમાં દરેક કેસ માટે યુનિક આઈડેન્ટીફિકેશ કોડ અને ક્યુઆર કોડ આપવામાં આવ છે. જેનાથી કેસની કામગીરી સરળ બને છે. નેશનલ જ્યુડિશરી ડેટા ગ્રીડના માધ્યમથી માત્ર ક્લિકથી તમામ કેસ અને ઓર્ડર જોઈ શકાય છે. તે ઈઝ ઓફ જસ્ટિસ ઈઝ ઓફ લિવિંગને બનાવે છે. તેનાથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધ્યો છે. વિદેશ રોકાણકારોનો ભરોસો વધ્યો છે કે, તેમના ન્યાયિક અધિકાર ભારતમાં સુરક્ષિત રહેશે. 
ગુજરાત પહેલુ એવુ રાજ્ય હતું જેણે ઈવનિંગ કોર્ટની પરંપરા શરૂ કરી હતી. અનેક ઈનિશિયેટિવ લીધા હતા. 

સંબોધનના અંતે તેમણે ગુજરાતમાં કહ્યં કે, આજે બહુ આનંદ થયો, જૂના મિત્રોને મળવાનું છે. જૂના મિત્રોના ચહેરા સ્ક્રીન પર જોયા. અનેક વડીલોને જોઈને સારું લાગ્યું.   
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More