Home> Gujarat
Advertisement
Prev
Next

PM Modi Live : સુરતના હરેકૃષ્ણ ડાયમંડના સવજીભાઇ ધોળકીયાની કર્મચારીઓને અનોખી 'કાર' ભેટ

સુરતની હરેકૃષ્ણ ડાયમંડ દ્વારા પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર આપવાના કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં કંપનીના માલિક સવજીભાઇ ધોળકીયા પરિવારને અભિનંદન આપતાં સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો અને આ સમારોહને સારા કામને પ્રોત્સાહન આપવા માટેના સુંદર પ્રયાસ તરીકે ગણાવ્યો હતો. વધુમાં પીએમ મોદીએ આગામી 31મી ઓક્ટોબરે સૌથી મોટી દિવાળી હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ગુજરાતીઓની સાથે સમગ્ર દેશવાસીઓ માટે આગામી 31મીએ સૌથી મોટી દિવાળી છે. 

PM Modi Live : સુરતના હરેકૃષ્ણ ડાયમંડના સવજીભાઇ ધોળકીયાની કર્મચારીઓને અનોખી 'કાર' ભેટ

સુરત : સુરતની હરેકૃષ્ણ ડાયમંડ દ્વારા પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર આપવાના કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં કંપનીના માલિક સવજીભાઇ ધોળકીયા પરિવારને અભિનંદન આપતાં સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો અને આ સમારોહને સારા કામને પ્રોત્સાહન આપવા માટેના સુંદર પ્રયાસ તરીકે ગણાવ્યો હતો. વધુમાં પીએમ મોદીએ આગામી 31મી ઓક્ટોબરે સૌથી મોટી દિવાળી હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ગુજરાતીઓની સાથે સમગ્ર દેશવાસીઓ માટે આગામી 31મીએ સૌથી મોટી દિવાળી છે. 

fallbacks

દિવાળી અને બોનસ એકબીજા સાથે સંકળાયેલા છે. નોકરીયાત વર્ગ દિવાળી આવતા પોતાની કંપની તરફથી મળતા બોનસની રાહ જોતો હોય છે. ત્યારે સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયા બોનસમાં મોંઘી વસ્તુંઓ આપવા માટે જાણીતા છે. તેઓ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને લાખો રૂપિયાની કાર અને મકાનો ભેટમાં આપતા હોય છે. ફરી એકવખત સવજીભાઈ 600 જેટલી કાર બોનસમાં આપી છે. હરેકૃષ્ણ ડાયમંડના માલિક સવજી ધોળકીયા આ વખતે દીવાળી બોનસમાં પોતાના કર્મચારીને કાર આપી છે. અલગ અલગ કંપનીની 600 કાર આપવામાં આવશે. આ પ્રસંગે PM નરેન્દ્ર મોદી વીડિયો કોનફરન્સથી સંબોધન કર્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતની સૌથી મોટી દિવાળી 31મીએ આવી રહી છે- પીએમ

અહીં નોંધનિય છે કે, સુરતના ડાયમંડ કિંગ ગણાતા સવજીભાઇ દ્વારા અત્યાર સુધી પોતાના 1800 જેટલા કર્મચારીઓને કાર ભેટમાં આપવામાં આવી છે. આજે 600 કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર આપી હતી. કાર લેતી વખતે કર્મચારીઓ, પરિવારમાં ખુશીનો માહોલ હતો. કર્મચારીઓને ભેટ માટે સવજીભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More