PM Modi Mother health LIVE Update : હીરાબાની તબિયત લથડતાં મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આવીને તેઓ સીધા યુએન મહેતા હોસ્પિટલમાં માતાના ખબર કાઢવા પહોંચી ગયા હતા. સૌથી પહેલા તેઓએ હોસ્પિટલમાં જઈને તબીબોને માતા હીરાબાના સ્વાસ્થય વિશે માહિતી મેળવી હતી. જેના બાદ તેઓ ત્યાંથી રવાના થયા હતા. ત્યારે આજે પીએમ મોદી રાજભવનમાં રાત્રિરોકાણ કરે તેવી શક્યતા છે. આ વચ્ચે તેમની હોસ્પિટલમાં જતા સમયની તસવીર સામે આવી છે. જેમાં તેઓ અત્યંત ચિંતિત જોવા મળ્યા હતા. પીએમ મોદી હીરાબાના વ્હાલા હતા, જેથી માતાના સ્વાસ્થય અંગેની તેમની ચિંતા તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી. જોકે, હીરાબાની તબિયત સુધારા પર હોવાથી પીએમ નરેન્દ્ર મોદી સાંજે દિલ્હી જવા રવાના થઇ શકે છે. ત્યારે હોસ્પિટલની અંદરના વિઝ્યુઅલ સામે આવ્યા છે.
દિગ્ગજોએ હીરાબાના સ્વાસ્થય માટે કામના કરી
પીએમ મોદી આજે રાતનું રોકાણ રાજભવન કરે તેવી પણ સંભાવના છે. જો કે હીરાબાની તબિયત સારી અને સુધારા પર હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ તરફથી પણ બુલેટિન બહાર પડે તેવી શક્યતા છે. સવારે સામાન્ય બ્લડપ્રેશરની તકલીફના કારણે હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો પણ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. આ વચ્ચે હીરાબાના સ્વાસ્થય માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ આ અંગે ટ્વીટ કરી હતી. તો કોગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરી હીરાબાના સ્વાસ્થય માટે કામના કરી.
આ પણ વાંચો :
PM Modi Mother health LIVE Update : PM મોદી માતાને મળીને હોસ્પિટલથી રવાના થયા, તબીબો સાથે ચર્ચા કરી
UN મહેતા હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત : હીરાબાની તબિયત બગડતાં જાણો કોણ કોણ પહોંચ્યું
યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર
2016 માં હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
આ પહેલાં 2016માં PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એટલું જ નહિ, હોસ્પિટલના જનરલ વાર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી. તેમને 108માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સૂવડાવીને હોસ્પિટલ લઈ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયાં હતાં. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા અને મા સાથે 45 મીનિટ બેઠા હતા. આ અંગે સમાચાર મળતાં જ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં છે.
વડનગરમાં હીરાબા માટે પૂજા કરાઈ
હીરાબાની નાતંદુરસ્ત તબિયતને લઈ પીએમ મોદીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરમાં ખાસ પૂજાઅર્ચના કરાઈ હતી. હીરાબાના સ્વાસ્થ્યને લઈ હાટકેશ્વર મંદિર ખાતે પૂજા કરાઈ છે. હીરાબાના દીર્ઘ આયુષ્યને લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરાયો. હાટકેશ્વર મંદિર સતત હીરાબાના સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યું છે. ભૂદેવો દ્વારા હીરાબા સ્વસ્થ થઈ પરત ફરે તેવી હાટકેશ્વરને પ્રાર્થના કરાઈ.
અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું
વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા હોવાથી તેમના આગમન પહેલા પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું.
આ પણ વાંચો : ખેડૂતે લગાવેલ કરંટવાળી વાડથી તેના જ પરિવારના 3 ના મોત, આખા ગામમાં માતમ છવાયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે