બ્રીજેશ દોશી, ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 29 મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે PM મોદી ગાંધીનગરમાં સહકારી મહાસંમેલનમાં સંબોધન કરશે. આ ઉપરાંત રાજકોટની પણ મુલાકાત લેવાના છે. જ્યાં પીએમ મોદી હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે.
પીએમ મોદી 29 મેના રોજ ગાંધીનગર ખાતે ભાજપ શાસિત સહકારી સંસ્થાના આગેવાનોને સંબોધશે. આઝાદી પછી ગુજરાતમાં સહકારી સંસ્થાઓનું આ પહેલું સંમેલન યોજાઈ રહ્યું છે. જેમાં તમામ જિલ્લાના સહકારી આગેવાનો, ભાજપના અગ્રણીઓ હાજર રહેશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સંબોધનમાં પીએમ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની સફળતાની વાત કરશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 29 મેના રોજ ગુજરાતમાં સભા ગજવશે. પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેઓ રાજકોટની પણ મુલાકાત લેવાના છે. તેમના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં એક હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ 2 લાખથી વધુ પાટીદારોને સંબોધશે.
ગુજકેટ અને ધો.12 સાયન્સનું પરિણામ gseb.org પર જાહેર, રાજકોટનું સૌથી વધુ પરિણામ
તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 15 અને 16 મેના રોજ ભાજપની ચિંતન શિબિરમાં ભાગ લેવા અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બે દિવસની ચિંતન શિબિર યોજાઈ રહી છે.
વડોદરામાં રખડતા ઢોરના ત્રાસે વિદ્યાર્થીનો જીવ જોખમમાં, ગાયનું શિંગડું ઘૂસી જતા આંખ ફૂટી
આ શિબિરમાં સંગઠનના હોદ્દેદારો, પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર રહેશે. વિધાનસભા ચૂંટણી પહેલા સરકારના મંત્રીઓ સહિત 40 આગેવાનોની બેઠક યોજાશે. નવી સરાકર રચાયા બાદ પહેલી વખત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, કોરોના કાળને કારણે લાંબા સમય બાદ શિબિર યોજાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે