Home> Gujarat
Advertisement
Prev
Next

PM Modi Gujarat visit: ગુજરાતમાં શું વહેલી આવશે ચૂંટણી? ફરી PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, જાણો સમગ્ર કાર્યક્રમ

PM Modi Gujarat Visit: તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો ભાગ લેશે. પીએમ મોદીના 11 સપ્ટેમ્બરના કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે. 

PM Modi Gujarat visit: ગુજરાતમાં શું વહેલી આવશે ચૂંટણી? ફરી PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, જાણો સમગ્ર કાર્યક્રમ

બ્રિજેશ દોશી/અમદાવાદ: પીએમ મોદીનો ફરી ચૂંટણીના વર્ષમાં એકવાર ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. પીએમ મોદી 10 સપ્ટેમ્બરે અમદાવાદ આવી સાયન્સસિટી ખાતે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના મંત્રીઓ તથા સચિવોની બે દિવસ માટે યોજાનારી વિજ્ઞાન પરિષદનું ઉદ્દઘાટન કરશે. જેમાં તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો ભાગ લેશે. પીએમ મોદીના 11 સપ્ટેમ્બરના કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે. 

fallbacks

બુધવારે નવી દિલ્હીમાં આ સંદર્ભે કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહે એક ઉચ્ચકક્ષાની બેઠક યોજી જાહેરાત કરી હતી. જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે કે રાજ્યનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ આ પરિષદના આયોજન માટે કેન્દ્રિય મંત્રાલયની સૂચના અનુસાર ફેસિલિટેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. 

વડોદરા આવતી ફ્લાઈટમાં જાણીતા બિઝનેસમેનનું શરમજનક કૃત્ય, ક્રૂ મેમ્બર જોઈ જતા...

લગભગ 150થી 200 જેટલા મહાનુભાવો આ પરિષદમાં શરીક થશે, તેમની વ્યવસ્થા રાજ્યના શિરે રહેશે. સાયન્સ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા બાયોટેક્નોલોજી, અર્થવ્યવસ્થા, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એટોમેટિક રિસર્સ જેવા 8થી 10 જેટલા જુદા જુદા કેન્દ્રીય વિભાગોના વડા અધિકારીઓ પણ આ બે દિવસની પરિષદમાં ભાગ લેશે. આ વિજ્ઞાન પરિષદ 10-11 સપ્ટેમ્બરના રોજ શનિ-રવિ દરમિયાન યોજાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More