Home> Gujarat
Advertisement
Prev
Next

દીકરાને જીતના આર્શીવાદ આપ્યા બાદ 98 વર્ષના હીરા બાએ કર્યું મતદાન

પીએમ દીકરાને આર્શીવાદ આપ્યા બાદ હીરા બા રાયસણ ખાતે વોટ આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.

દીકરાને જીતના આર્શીવાદ આપ્યા બાદ 98 વર્ષના હીરા બાએ કર્યું મતદાન

ગાંધીનગર :પીએમ દીકરાને આર્શીવાદ આપ્યા બાદ હીરા બા રાયસણ ખાતે વોટ આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.

fallbacks

ગાયને રોટલી ખવડાવ્યા બાદ વિપક્ષી નેતા પરેશ ધાનાણી વોટ આપવા નીકળ્યા

શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમની જેવા અનેક લોકોને પ્રોત્સાહિત કરે છે. નોટબંધી સમયે પણ તેઓ બેંકની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ત્યારે આજે પણ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી મતદાન સમયે હંમેશા પોતાના માતા હીરા બાનો આર્શીવાદ લે છે. ત્યારે આ વખતે પણ તેમણે આ ક્રમ જાળવી રાખીને ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે માતા હીરા બાના આર્શીવાદ લીધા હતા, તો સામે હીરા બાએ તેમને લાપસીથી મોઢુ ગળ્યું કરાવીને આર્શીવાદ આપ્યા હતા. એટલું જ નહિ, હિરાબાએ માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે આશીર્વાદ આપ્યા હતા. ચુંદડી અને શ્રીફળ સાથે ઘરની બહાર નીકળતા જ તેઓ પાડોશીઓને મળ્યા હતા. જેના બાદ જ તેઓ મતદાન કરવા અમદાવાદ ગયા હતા.

હીરા બાના આર્શીવાદથી લઈને ખુલ્લી જીપમાં અડધા કિલોમીટરની સવારી સુધીના PMના Photos જુઓ

કહેવાય છે કે, હીરા બાએ દીકરાને જે ચુંદડી આપી હતી, તે પાવાગઢના કાલકા મંદિરની ચુંદડી છે. પીએમ મોદી શક્તિના મોટા ઉપાસક છે, તો હાલમાં જ તેમણે નવરાત્રિના ઉપવાસ કર્યા હતા. તેથી માતાના આવી રીતે આર્શીવાદ મેળવીને તેમણે પણ ધન્યતા અનુભવી હતી. તેમણે નવરાત્રિના ઉપવાસ કર્યા હોવાથી જ હીરા બાએ તેમને કાલકા માતાના મંદિરની ચુંદડી આપી આર્શીવાદ આપ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More