Home> Gujarat
Advertisement
Prev
Next

PM Modi આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં લેશે ભાગ

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: 'પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ'માં વર્ષભરની વિશ્વવ્યાપી ઉજવણીની સમાપ્તિ થશે. તે એક મહિના લાંબી ઉજવણી હશે જે અમદાવાદમાં 15મી ડિસેમ્બર 2022 થી 15મી જાન્યુઆરી 2023 દરમિયાન યોજાશે. 

PM Modi આજે  પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં લેશે ભાગ

BAPS:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી ડિસેમ્બર, 2022ના રોજ એટલે કે આજે  અમદાવાદમાં સાંજે 5:30 વાગ્યે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક માર્ગદર્શક અને ગુરુ હતા જેમણે સમગ્ર ભારત અને વિશ્વમાં અસંખ્ય જીવનોને સ્પર્શ્યા હતા. તેઓ એક મહાન આધ્યાત્મિક નેતા તરીકે વ્યાપકપણે આદર અને પ્રશંસા પામ્યા હતા. તેમનું જીવન આધ્યાત્મિકતા અને માનવતાની સેવા માટે સમર્પિત હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થાના નેતા તરીકે, તેમણે અસંખ્ય સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક પહેલોને પ્રેરણા આપી, લાખો લોકોને આરામ અને સંભાળ પૂરી પાડી.

fallbacks

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષમાં વિશ્વભરના લોકો તેમના જીવન અને કાર્યની ઉજવણી કરી રહ્યા છે. BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, જે BAPS સ્વામિનારાયણ સંસ્થાનું વિશ્વવ્યાપી મુખ્યમથક છે, તેના દ્વારા આયોજિત કરવામાં આવનાર 'પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ'માં વર્ષભરની વિશ્વવ્યાપી ઉજવણીની સમાપ્તિ થશે. તે એક મહિના લાંબી ઉજવણી હશે જે અમદાવાદમાં 15મી ડિસેમ્બર 2022 થી 15મી જાન્યુઆરી 2023 દરમિયાન યોજાશે, જેમાં દૈનિક કાર્યક્રમો, વિષયોનું પ્રદર્શન અને વિચાર પ્રેરક પેવેલિયન દર્શાવવામાં આવશે.

BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના 1907માં શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. વેદના ઉપદેશોના આધારે અને વ્યવહારિક આધ્યાત્મિકતાના આધારસ્તંભો પર સ્થાપિત, BAPS આજના આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક પડકારોને પહોંચી વળવા દૂર દૂર સુધી પહોંચે છે. BAPSનો ઉદ્દેશ્ય વિશ્વાસ, એકતા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોનું જતન કરવાનો છે અને જીવનના તમામ ક્ષેત્રોના લોકોની આધ્યાત્મિક, સાંસ્કૃતિક, ભૌતિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી પાડે છે. તે વૈશ્વિક આઉટરીચ પ્રયાસો દ્વારા માનવતાવાદી પ્રવૃત્તિઓ કરે છે.

આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More