Home> Gujarat
Advertisement
Prev
Next

ભાગેડુ નીરવ મોદીની સુરતની સંપત્તિ જપ્ત કરવા લીલીઝંડી મળી

ભાગેડુ નિરવ મોદી (Nirav Modi) ના કૌભાંડનો મામલામાં તેની સુરતની 50 કરોડની 9 મિલકત જપ્ત કરવા આદેશ કરાયા છે. 11.37 કરોડના હીરા મુંબઈ-સુરતના સ્ટ્રોંગ રૂમમાં જપ્ત કરાયા છે. તો 4.93 કરોડના ડાયમંડ, 6.44 કરોડના ડાયમંડ-કિંમતી પથ્થર જપ્ત કરાશે. સાથે જ બેલ્જિયમ સ્વેકરની ચાર ઓફિસો જપ્ત કરવામાં આવશે. સચીન સેઝમાં ફાયર સ્ટાર ડાયમંડની 6 હજાર સ્કવેર મીટર જગ્યા પણ જપ્ત કરાશે. 

ભાગેડુ નીરવ મોદીની સુરતની સંપત્તિ જપ્ત કરવા લીલીઝંડી મળી

તેજશ મોદી/સુરત :ભાગેડુ નિરવ મોદી (Nirav Modi) ના કૌભાંડનો મામલામાં તેની સુરતની 50 કરોડની 9 મિલકત જપ્ત કરવા આદેશ કરાયા છે. 11.37 કરોડના હીરા મુંબઈ-સુરતના સ્ટ્રોંગ રૂમમાં જપ્ત કરાયા છે. તો 4.93 કરોડના ડાયમંડ, 6.44 કરોડના ડાયમંડ-કિંમતી પથ્થર જપ્ત કરાશે. સાથે જ બેલ્જિયમ સ્વેકરની ચાર ઓફિસો જપ્ત કરવામાં આવશે. સચીન સેઝમાં ફાયર સ્ટાર ડાયમંડની 6 હજાર સ્કવેર મીટર જગ્યા પણ જપ્ત કરાશે. 

fallbacks

જપ્ત કરાનાર મિલકતની કિંમત 50 કરોડ
પીએનબી (PNB scam) ના રૂ.1400 કરોડના કૌભાંડ કરીને નીરવ મોદી દેશ બહાર ભાગી ગયો છે. ત્યારે વિદેશ ફરાર થયા બાદ તેની સુરતમાં આવેલી 9 સ્થાવર-જંગમ મિલકતોને જપ્ત કરવાનો આદેશ કરાયો છે. જેની માર્કેટ કિંમત લગભગ 50 કરોડ છે. આ 50 કરોડની મિલકતમાં અલગ અલગ વસ્તુઓનો સમાવેશ થાય છે. 

સુરતના ત્રણ એસઈઝેડ ડાયમંડ યુનિટમાંથી સુરત કસ્ટમ-સેન્ટ્રલ વિભાગે 7 વર્ષ પહેલાં કુલ રૃ. 93.70 કરોડના ડાયમંડ  ઓવર વેલ્યુએશન કેસ કર્યો હતો. જેની કોર્ટ કાયવાહીમાં સમન્સ-વોરંટ છતાં હાજર ન થનાર નિરવ મોદીની સુરતમાં આવેલી મિલકત જપ્ત કરવા સુરત કસ્ટમ-સેન્ટ્રલ વિભાગની માંગ પર સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર દવેએ મંજુરી આપી છે. સીઆરપીસીની કલમ 83 હેઠળ આ મિલકતો જપ્ત કરાશે. 

આ મિલકતો કરાશે જપ્ત 
4.93 કરોડના ડાયમંડ, 6.44 કરોડના ડાયમંડ-કિંમતી પથ્થર, બેગમપુરામાં ચાર મિલકતો, સચીન સેઝમાં ફાયર સ્ટાર ડાયમંડની 6 હજાર સ્કવેર મીટર જગ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More