Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસે હરામનું ખાધું છે તે શૌચાલયમાં ધડાકા કરી શકે, પોખરણનો ધડાકો તમારી સાત પેઢીનું કામ નથી: વજુભાઇ વાળા

શહેરમાં સુશાસન સપ્તાહના સમાપન માટે રાજ્યના મુખ્યમંત્રી સહિત રાજ્યનાં અનેક મોટા ધારાસભ્યો અને સાંસદોનો મેળાવડો જામ્યો હતો. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના ભવ્ય રોડશો યોજાયા બાદ સુશાસન સપ્તાહના સમાપન અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના સિનિયર નેતા વજુભાઇ વાળા જે સામાન્ય રીતે ધીરગંભીર જોવા મળતા હોય છે તેઓ આકરાપાણીએ જોવા મળ્યા હતા. તેઓએ કોંગ્રેસ તથા કોંગ્રેસી નેતાઓની આકરી ઝાટકણી કાઢી હતી. વજુભાઇ વાળાએ કહ્યું કે, તમે હરામનું ખાઇ ખાઇને માત્ર સંડાસમાં જ ધડાતા કરી શકો પોખરણમાં ધડાકો કરવો તમારી સાત પેઢીનું કામ નથી. 

કોંગ્રેસે હરામનું ખાધું છે તે શૌચાલયમાં ધડાકા કરી શકે, પોખરણનો ધડાકો તમારી સાત પેઢીનું કામ નથી: વજુભાઇ વાળા

રાજકોટ : શહેરમાં સુશાસન સપ્તાહના સમાપન માટે રાજ્યના મુખ્યમંત્રી સહિત રાજ્યનાં અનેક મોટા ધારાસભ્યો અને સાંસદોનો મેળાવડો જામ્યો હતો. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના ભવ્ય રોડશો યોજાયા બાદ સુશાસન સપ્તાહના સમાપન અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના સિનિયર નેતા વજુભાઇ વાળા જે સામાન્ય રીતે ધીરગંભીર જોવા મળતા હોય છે તેઓ આકરાપાણીએ જોવા મળ્યા હતા. તેઓએ કોંગ્રેસ તથા કોંગ્રેસી નેતાઓની આકરી ઝાટકણી કાઢી હતી. વજુભાઇ વાળાએ કહ્યું કે, તમે હરામનું ખાઇ ખાઇને માત્ર સંડાસમાં જ ધડાતા કરી શકો પોખરણમાં ધડાકો કરવો તમારી સાત પેઢીનું કામ નથી. 

fallbacks

ભવ્ય રોડ શો બાદ રાજકોટમાં મુખ્યમંત્રીએ કહ્યું, આજે તમે મારો વટ પાડી દીધો

વજુભાઇએ જણાવ્યું કે, કોંગ્રેસે 70-70 વર્ષ સુધી રાજ કરી પૈસા ખાધા અને ભ્રષ્ટાચાર જ કર્યા છે. અટલજીની સરકાર આવી અને તેમણએ ગણત્રીના સમયમાં પોખરણમાં અણુ ધડાકો કર્યો હતો. અણુબોમ્બની શક્તિ દેખાડી સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું હતું. કોંગ્રેસ દેશની વાત હતી તેમ છતા પણ તેઓ અમેરિકાનો રાગ આલાપી રહ્યું હતું. અમેરિકા નારાજ થશે અને તેવી વાતો કરવામાં રહ્યા જ્યારે અટલજીએ પોતાના અંદાજમાં જ સમગ્ર મામલે અણુધડાકો કર્યો હતો. જેના જીવનની એક એક ક્ષણ અને શરીરનો એક એક કણ માતૃભૂમી માટે થઇને તરસતો રહ્યો છે, માતૃભૂમિની રક્ષા માટે તલપાપડ છે તે જ લોકો અણુધડાકો કરીને સમગ્ર વિશ્વને પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. 

12 દિવસ બાદ AAP ના નેતાઓની જેલમુક્તિ, ઢોલ-નગારા સાથે કાર્યકર્તાઓએ કર્યુ સ્વાગત

કોંગ્રેસે જે પ્રકારે હરામનું ખાધુ છે તે જોતા તે માત્ર શૌચાલયમાં ધડાકા કરી શકે પોખરણમાં ધડાકો કરવો તેની 7 પેઢીનું કામ નથી. ભાજપ શાસનની અંદર માત્ર રસ્તા, ગટરનાં કામો આપવાનું કામ નહી પરંતુ દેશની પ્રજાને મરદ બનાવવાની, સશક્ત કરવાનું કામ અટલ બિહારી વાજપેયીજીએ કર્યું છે. આ જ કામ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાળવી રાખે છે. દેશ હાલમાં ખુબ જ પ્રગતી કરી રહ્યો છે. દેશનો વિકાસ બુલેટ ટ્રેનની ઝડપે આગળ વધી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More