અમદાવાદ : શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાનાં કારણે સોશિયલ ડિસ્ટન્સનોભંગ થયો હતો. જેના પગલે સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલમાં મેસેજ કરવામાં આવ્યો હતો. જેના પગલે ડીસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરગાહ ખાતે લોકોનાં ટોળાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. જેમાં કેટલાક માસ્ક પણ નહોતો પહેર્યો તો સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું જણાય છે. DCP ઝોન 1 પ્રવીણ મલે જણાવ્યું કે, આજે ગુરૂવારે દરગાહમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોવાની માહિતી મળતા પોલીસ પહોંચી ગઇ હતી. મૌલવી સહિતના લોકો સામે ગુનો નોંધીને 12 લોકોની અટકાયત કરી છે.
અત્રે ઉલ્લેખનીય સોમવતી અમાસે સાબરમતી રિવરફ્રન્ટ પર ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે પણ પુજારીઓ અને લોકો એકત્ર થતા હતા. તેમની વિરુદ્ધ પોલીસે કાર્યવાહી આરંભી છે. અમાસનું પુજન કરવા માટે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. જેના પગલે પોલીસ દ્વારા પંડિત સહિતનાં લોકોની અટકાયત કરવામાં આવી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે