Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ વિસ્તારોમાં છે પથ્થર ગેંગનો આંતક; કડકડતી ઠંડીમાં આ કામ કરીને પોલીસની ઉડાડી ઠંડી!

રાજ્યના છેવાડાના વલસાડ જિલ્લાના ભીલાડ અને વાપી સહિત જિલ્લાના અન્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હતો. એક ચોર તસ્કર ગેંગ એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી સમગ્ર વલસાડ જિલ્લાની પોલીસને દોડતી કરી.

ગુજરાતના આ વિસ્તારોમાં છે પથ્થર ગેંગનો આંતક; કડકડતી ઠંડીમાં આ કામ કરીને પોલીસની ઉડાડી ઠંડી!

નિલેશ જોશી/વલસાડ: વલસાડ જિલ્લા તથા આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને દોડતી કરનાર એક આંતરરાજય ઘરફોડ ચોર ગેંગ આખરે પોલીસ પાંજરે પુરાઇ છે. વલસાડ જિલ્લા એલ.સી. બી પોલીસે લાખો રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાની પથ્થર ગેંગના ચાર સાગરીતોને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. આ પથ્થર ગેંગે આચરેલા 8થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. કોણ છે આ પથ્થર ગેંગ?? ને શું છે તેમના કારનામા??

fallbacks

વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે

રાજ્યના છેવાડાના વલસાડ જિલ્લાના ભીલાડ અને વાપી સહિત જિલ્લાના અન્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હતો. એક ચોર તસ્કર ગેંગ એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી સમગ્ર વલસાડ જિલ્લાની પોલીસને દોડતી કરી હતી અને કડકડતી ઠંડીમાં ચોરીને અંજામ આપતી આ ગેંગે પોલીસથી પણ ઠંડી ઉડાવી દીધી હતી  ત્યારે 27મી તારીખે ભીલાડના સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે એક ઘરમાં ચોરીની ઘટના બની હતી. 

જે અંગેની ફરિયાદ ભીલાડ પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં ભીલાડ પોલીસ સહિત વલસાડ જિલ્લા એલસીબી એ પણ તપાસ અને સરું કરી હતી.અને પોલીસને ગણતરીના સમયમાં જ તેમાં સફળતા મળી છે .વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ભીલાડમાં ઘરને નિશાન બનાવી ચોરી કરનાર એક ગેંગના 4 સાગરીતોને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. ઝડપાયેલા  આરોપીઓ પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીનાઝ ઘડિયાળ ,વિદેશી જેવી ચલણી નોટો ,કીમતી સામાન અને ચોરીના સાધનો મળી 1.70 લાખથી વધુ નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.  

ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન

વલસાડ જિલ્લા પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ મધ્યપ્રદેશના ધારના કુકમા તાલુકાની  આ ગેંગ.. પથ્થર ગેંગ ..તરીકે કુખ્યાત છે. આરોપીઓમાં 1-હાબુ મોહનીયા, 2-બીલામ સિંગર, 3-નરસિંગ મહેડા અને 4-મનોજ બામણીયાનો સમાવેશ થાય છે.

આ ગેંગના સાગરીતો વિવિધ વિસ્તારોમાં  ચોરી કરવા જાય છે.અને  જો સામે કોઈ સામે પ્રતિકાર કરનાર મળે તો આ ગેંગ પથ્થરમારો  કરે છે અને મુખ્ય રસ્તાઓની જગ્યાએ અંતરીયાળ અને જંગલના રસ્તાઓથી ફરાર થઈ જાય છે. મોટાભાગે આ ગેંગ ના સાગરીતો  જે તે વિસ્તારમાં શરૂઆતમાં કડિયાકામ કે અન્ય છૂટક મજૂરી કરે છે. કે કોઈ કંપનીઓમાં નોકરી કરે છે. અને આસપાસના વિસ્તારની રેકી કરે છે. અને મોકો મળતા જ ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપી ફરાર થઈ જાય છે .અત્યારે પોલીસે આ ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી છે  જેમાંથી .. હાબુ મોહનીયા માસ્ટરમાઈન્ડ છેયજે પોતાના વતન અને આસપાસના વિસ્તારમાંથી તેના  સગા સંબંધીઓ કે પરિચિત મિત્રોને સાથે ગેંગ બનાવી અને વિવિધ વિસ્તારોમાં ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું છે.

શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?

વલસાડની  બાજુમાં  સંઘ પ્રદેશ દમણ અને દાદર નગર આવેલું  છે. તો એક બાજુ મહારાષ્ટ્ર રાજ્ય લાગે છે. આથી રાજ્યના છેવાડાના જિલ્લામાં ચોરી લૂંટ જેવી ગુનાઓ બનતા રહે છે. મોટેભાગે આ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં જે આરોપીઓ ઝડપાય છે .તે પરપ્રાંતીય હોવાનું બહાર આવે છે. આ વખતે પણ છેક મધ્યપ્રદેશના ધારની પથ્થર ગેંગ વલસાડ જિલ્લામાં પડાવ નાખ્યો હતો. દિવસે મજૂરી અને અન્ય છૂટક કામ કરી વિસ્તારની રેકી કરતા હતા. હાલ 4 આરોપી ઝડપાઇ ગયા છે. તો  6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં આ ગેંગે વલસાડના ભીલાડ વાપીના ડુંગરા અને આસપાસના વિસ્તારમાં આચરેલા 8 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.  આરોપીઓના  પોલીસના રિમાન્ડ દરમિયાન વધુ ગુનો ઉકેલાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More