Home> Gujarat
Advertisement
Prev
Next

ઘરમાં ભત્રીજીને એકલી જોઈને કૌટુંબિક કાકાની દાનત બગડી! અનેક વાર જબરદસ્તીથી પીંખી...

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એક ગામડામાં રહેતા શ્રમિક પરિવારની 13 વર્ષીય બાળાને તેના જ કૌટુંબિક કાકાએ હવસનો શિકાર બનાવી હતી. 8 મહિના અગાઉ પીડિતાના માતા પિતા સંબંધીઓના ભરોસે મોટા દીકરા અને દીકરીને મુકી ધાર્મિક યાત્રાએ ગયા હતા.

ઘરમાં ભત્રીજીને એકલી જોઈને કૌટુંબિક કાકાની દાનત બગડી! અનેક વાર જબરદસ્તીથી પીંખી...

Navsari News: ખેરગામ પંથકના એક ગામડાની 13 વર્ષીય ભત્રીજીને તેના જ કૌટુંબિક કાકાએ 8 મહિના અગાઉ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર મચી જવા પામી છે. પીડિતાની માતાની ફરિયાદને આધારે ખેરગામ પોલીસે આરોપી હેવાન કાકાની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે. 

fallbacks

દારૂ વેચતી મહિલા બૂટલેગરો હવે આ રીતે ઘર બેઠા રોજગારી મેળવશે! પોલીસનું અનોખું અભિયાન

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એક ગામડામાં રહેતા શ્રમિક પરિવારની 13 વર્ષીય બાળાને તેના જ કૌટુંબિક કાકાએ હવસનો શિકાર બનાવી હતી. 8 મહિના અગાઉ પીડિતાના માતા પિતા સંબંધીઓના ભરોસે મોટા દીકરા અને દીકરીને મુકી ધાર્મિક યાત્રાએ ગયા હતા. લગભગ અઠવાડિયાની આ યાત્રા દરમિયાન 13 વર્ષીય પીડિતા અને તેનો ભાઈ એકલા જ ઘરે હતા. એ સમય દરમિયાન તેમના કૌટુંબિક કાકા 25 વર્ષીય બ્રિજેશ નાયકાએ 8 માં ધોરણમાં ભણતી તેની ભત્રીજીને એકલી જોઈ તેના ઉપર દાનત બગાડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. 

ભયાનક તોફાન, ભારેથી અતિભારે વરસાદ...240 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યોમાં એલર્ટ

પીડિતાએ કાકાનો બહુ વિરોધ ન કર્યો, બીજી તરફ બ્રિજેશે તેને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી ગભરાયેલી પીડિતાએ કોઈને પણ કંઈ કહ્યુ ન હતું. જેનો ફાયદો લઈ નરાધમ રાક્ષસ બ્રિજેશે માસુમ બાળકીને અનેક વાર જબરદસ્તીથી પીંખી હતી. જેને કારણે પીડિતાને ગર્ભ રહી ગયો હતો. 

“પાપાને મમ્મી કો માર દીયા, મુજે ભી પટક કર ચલે ગયે…”, ખુશીના શબ્દો, રડમસ આંખો મારા

દરમિયાન ગત 10 ફેબ્રુઆરીના રોજ બાળકીને પેટમાં દુઃખાવો ઉપડતા તેણે માતાને કહ્યું અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર બતાવવા જતા, ડોક્ટરે તપાસી 7 મહિનાનો ગર્ભ હોવાનું કહેતા જ માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જોકે બ્રિજેશની ધમકીને કારણે પીડિતા તેના માતા પિતાને કઈ કહેવા તૈયાર ન હતી. પરંતુ તેની માતાએ તેને સાંત્વના આપી, શાંતિથી સમજાવીને પૂછ્યું ત્યારે બ્રિજેશ કાકાએ બદકામ કર્યુ હોવાનું જણાવતા પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. 

'મહોસીન એક નંબરનો ઐયાસી છે, સરકારી નોકરીના નામે છોકરીઓને ફસાવે છે', વડોદરાનો કિસ્સો

બાદમાં પીડિતાની માતાએ ખેરગામ પોલીસ મથકે દીકરીને પીંખનાર નરાધમ બ્રિજેશ નાયકા સામે ફરિયાદ આપતા જ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી હેવાન બ્રિજેશ નાયકાને દબોચી, તેની ધરપકડ કરી હતી. પોલીસી પીડિતા અને આરોપી બંનેની આરોગ્ય પરીક્ષણ કરાવીને તપાસને વેગ આપ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More