Home> Gujarat
Advertisement
Prev
Next

ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી, આ રીતે અમદાવાદમાં ગેરકાયદેસર રહેતી હતી બાંગ્લાદેશી મહિલા

અમદાવાદ પોલીસે ગેરકાયદેસર રહેતી એક  બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ નકલી દસ્તાવેજો અને પાસપોર્ટ પણ બનાવી લીધો હતો. મહિલાની આ કહાની જાણી તમે પણ ચોંકી જશો.

 ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી, આ રીતે અમદાવાદમાં ગેરકાયદેસર રહેતી હતી બાંગ્લાદેશી મહિલા

ઉદય રંજન, અમદાવાદઃ તમે અભિનેતા અક્ષય કુમારની હોલીડે ફિલ્મ જરૂર જોઈ હશે... જેમાં અંગ્રેજી ભાષાના સ્લીપર સેલ શબ્દ પર ભાર મુકવામાં આવ્યો છે... આ સ્લીપર સેલનો મતલબ આતંકીઓ તરફથી મોકલાયેલા એવા લોકો જે દેશમાં ગેરકાયદે વસવાટ કરે.. અને જ્યારે તેમને સૂચના મળે ત્યારે મચાવે આતંક...આવું એટલા માટે યાદ અપાવવું પડે કારણ કે અમદાવાદમાંથી એક વિદેશી મહિલાની ધરપકડ થઈ છે.. કોણ છે આ મહિલા... ક્યાંથી આવી ભારત... જાણો વિગત..

fallbacks

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવેલી આ મહિલાનું નામ છે જરના અખ્તર મોહમ્મદ જાહિર શેખ.. જરના પોતાના પતિ સાથે અમદાવાદના જુહાપુરામાં રહે છે.. અને જરનાને લગ્ન બાદ એક બાળક પણ છે. જરના શેખ ઉર્ફે જોયા ભારતીય નહીં પણ બાંગ્લાદેશી છે. બાતમી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી.. અને પહેલા તો જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ...

2016થી અમદાવાદ આવીને વસેલી બાંગ્લાદેશી મહિલા જરનાએ ભારતમાં આવીને પોતાનું નામ જોયા કરી નાખ્યું.. ભારતની રહેવાસી હોવાનું સાબિત કરવા માટે ઉત્તરપ્રદેશમાં જન્મ થયો હોવાના ખોટા પૂરાવા ઉભા કર્યા...જેમાં મહારાષ્ટ્રના એજન્ટ યુનુસે તેની મદદ કરી હતી... એટલું જ નહીં ભારતીય પાસપોર્ટ ગુજરાત અને મહારાષ્ટ્રના ભાડા કરારના આધારે બનાવ્યા હોવાનો ખુલાસો થયો.. પાસપોર્ટ માટે પોલીસે ત્રણ-ત્રણ વખત નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. છતાં પણ બાંગ્લાદેશી મહિલાએ આખરે પાસપોર્ટ મેળવ્યો... 2009માં મહિલાએ નારોલના કર્ણાવતી ફ્લેટમાં રહે છે તેવું પણ દર્શાવ્યું હતું.. પણ ફ્લેટ તો વર્ષ 2012માં અસ્તિત્વમાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Rain Alert: આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, જાણી લો લેટેસ્ટ આગાહી

બાંગ્લાદેશી મહિલાએ કેવી રીતે મેળવ્યો પાસપોર્ટ? 
ઉત્તરપ્રદેશમાં જન્મ થયો હોવાના ખોટા પૂરાવા ઉભા કર્યા
જેમાં મહારાષ્ટ્રના એક એજન્ટે તેની મદદ કરી
ભારતીય પાસપોર્ટ માટે ભાડા કરારનો ઉપયોગ કર્યો
પાસપોર્ટ માટે પોલીસે ત્રણ-ત્રણ વખત નકારાત્મક અભિપ્રાય આપ્યો

બાંગ્લાદેશી મહિલા ભારતીય પાસપોર્ટના આધારે ઘણાં વિદેશ પ્રવાસ કરી ચૂકી છે.. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો તો ત્યારે થયો જ્યારે ખબર પડી કે મહિલા ભારતીય પાસપોર્ટના આધારે UAEમાં 9 માસ નોકરી કરી ચૂકી છે... અને તે જ્યાં નોકરી કરતી હતી તે વ્યક્તિ પાકિસ્તાનનો હતો...સાથે જ મહિલા જ્યારે પરત ભારત આવી ત્યારે ગુજરાતમાં વસવાટ કરવાનું વિચાર્યુ.. સોશિયલ મીડિયા મારફતે અમદાવાદના એક વ્યક્તિ સાથે મિત્રતા કેળવી.. અને તેની સાથે જ લગ્ન કર્યા.. લગ્ન બાદ મહિલા અમદાવાદના જુહાપુરામાં રહેતી હતી...

તપાસ દરમિયાન મહિલાના ઘરેથી વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું...ત્યારે બાંગ્લાદેશી મહિલા ભારતમાં કેમ વસવાટ કરતી હતી. ભારતમાં આવવા પાછળનું કારણ શું...સાથે જ UAEમાં નોકરી દરમિયાન તેના પાકિસ્તાની માલિક સાથે કેળવેલા સંબંધો સહિતના મુદ્દાઓને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે... આગામી સમયમાં કોઈ ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More