Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ખળભળાટ; આ BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી, કંટ્રોલરૂમને બેવાર કોલ કર્યો

ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર તોસીફ પટેલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ગુજરાતમાં ખળભળાટ; આ BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી, કંટ્રોલરૂમને બેવાર કોલ કર્યો

ભરત ચુડાસમા/ભરૂચ: ભરૂચ NH 48 પર ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતા જ જિલ્લાનું પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. હાલમાં ભારત અને પાકીસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ જિલ્લાનું પોલીસ તંત્ર પહેલેથી જ સતર્ક હતું.

fallbacks

'પાક ડરેલા કૂતરાની જેમ પૂંછડી દબાવીને યુદ્ધવિરામ માટે દોડ્યું', આ નિવેદનથી ખળભળાટ

ભરૂચ સી ડિવિઝન PI એ.વી પાણમીયાને ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ અને ડીઝાસ્ટર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો હતો કે, એક ઈસમે મોબાઈલ ફોનથી સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. રાત્રીના એક થી બે વાગ્યાના સમય દરમ્યાન 4 વ્યક્તિઓ ઝાડેશ્વર ખાતે આવેલા BAPS સ્વામીનારાયણ મંદીરને બોમ્બથી ઉડાવી દેવાના છે.

આ જિલ્લાઓમાં આજે મોસમનું ભયંકર સ્વરૂપ દેખાશે! 5 જિલ્લામાં વરસાદ, ખેડૂતો માટે એલર્ટ

બૉમ્બ બ્લાસ્ટથી મંદિર ઉડાવી દેવાના ધમકી ભર્યા કોલને લઈ SOG PI એ.એ ચૌધરી અને સી ડિવિઝન PI એ.વી.પાણમીયાના માર્ગદર્શન હેઠળ બન્ને પોલીસ મથકનો સ્ટાફ, સર્વેલન્સ સ્કોડ સાથે બોમ્બ સ્કોડને લઈ સ્વામીનારાયણ મંદિરે પોહચી હતી. સાથે જ કોલ કરનાર વ્યક્તિની તપાસ શરૂ કરી દેવાય હતી. મંદિરને બૉમ્બથી ઉડાવવાનો કોલ કરનાર વ્યક્તિ ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે હોવાની હકીકત મળતા ત્યાંથી તેને પકડી લેવાયો હતો. 

સરકારી કર્મચારીઓને આ વખતે કેટલો મળશે મોંઘવારી ભથ્થામાં વધારો? આંકડા જાણીને ઉછળી પડશો

કોલ કરનાર શહેરના જંબુસર બાયપાસ પર સફારી પાર્કમાં રહેતો તોસીફ આદમ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. તેની પૂછપરછમાં આરોપીના બંને ભાઈઓ તેને મિલ્કતમાં ભાગ આપતા ન હોય. અને તેના બનેવી ખોટી રીતે હેરાન કરતા હોવાથી મંદિરને બોમ્બથી ઉડાવવાનું તરક્ત રચ્યું હોવાની કબૂલાત કરી હતી. બન્ને ભાઈઓ અને બનેવીને પોલીસ કાર્યવાહીમાં ફસાવવા તોસીફે પોતાના મોબાઈલ પરથી ભરૂચ કંટ્રોલ રૂમમાં રાત્રીના એકથી બે વાગ્યાના સમય ગાળા દરમ્યાન સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોલ કર્યો હતો.

આ તારીખે રિલીઝ થશે પંકજ ત્રિપાઠીની વેબ સીરીઝ ક્રિમિનલ જસ્ટિસ સીઝન 4, જુઓ ટ્રેલર 

પોલીસ ટીમોએ BAPS સ્વામિનારાયણ મંદિરે એંટી સબોર્ટેજની કાર્યવાહી કરતા બોમ્બ સબંધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી ન હતી. આરોપી તોસીફ સામે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More