Home> Gujarat
Advertisement
Prev
Next

ધર્મનો ભાઇ ભારે પડ્યો ! મિત્રએ કહ્યું આપણે દીવમાં દારૂ પાર્ટી કરવા જવાનું છે અને પછી...

મહિલાઓ પર થતા દુષ્કર્મ અને તેની સુરક્ષાના મુદ્દે દેશભરમાં ઉહાપોહ મચ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતી એક યુવતી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. ધર્મના ભાઈના મિત્રએ લગ્નની લાલચ આપી રાજકોટ થી દિવ લઈ જઈ જામનગરના શખ્સે હવસનો શિકાર બનાવ્યાની રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

ધર્મનો ભાઇ ભારે પડ્યો ! મિત્રએ કહ્યું આપણે દીવમાં દારૂ પાર્ટી કરવા જવાનું છે અને પછી...

રક્ષિત પંડ્યા/ રાજકોટ : મહિલાઓ પર થતા દુષ્કર્મ અને તેની સુરક્ષાના મુદ્દે દેશભરમાં ઉહાપોહ મચ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતી એક યુવતી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. ધર્મના ભાઈના મિત્રએ લગ્નની લાલચ આપી રાજકોટ થી દિવ લઈ જઈ જામનગરના શખ્સે હવસનો શિકાર બનાવ્યાની રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

fallbacks

કફ સિરપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભરત ચૌધરીને પકડવામાં અમદાવાદ ગ્રામ્ય SOGને મળી સફળતા

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ હવસખોરનું નામ છે કેતન દામજી કાસુંન્દ્રા. જામનગરના વતની કેતન કાસુંન્દ્રા સામે આરોપ છે યુવતીને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવવાનો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં જસદણની વતની અને રાજકોટમાં પીજીમાં રહેતી યુવતીએ કેતન કાસુંન્દ્રા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને ધર્મના ભાઈએ તેના મિત્ર સાથે ઓળખાણ કરાવી હતી. એક-બીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. આરોપી યુવતીને રાજકોટથી દિવ લઈ જઈ લગ્નની લાલચ આપી 3-3 વખત દુષ્કર્મ આચર્યું હતું. જોકે યુવતીએ લગ્ન કરવાનું કહેતા આરોપી કેતને માતા-પિતા ના પાડતા હોવાનું કહી લગ્ન કરવાની ના પાડી દીધી હતી. 

fallbacks
(દુષ્કર્મનો આરોપી)

Gujarat Corona Update: રાજ્યમાં 1335 નવા કેસ, 1437 સ્વસ્થ 10 લોકોનાં નિપજ્યાં મોત

યુવતીએ ગત શુક્રવારના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચી પોલીસ સ્ટેશનમાં જઇ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારબાદ પોલીસે યુવતીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના કહેવા મુજબ, આરોપીએ યુવતીના ફોન ઉપાડવાનું બંધ કર્યા બાદ ભોગ બનનાર યુવતી જામનગર પહોંચી હતી અને આરોપીને ફોન કર્યા હતો. આરોપીએ ઘરે આવવાની ના પડી દીધી હતી અને બસ સ્ટેશન પાસે મળવા બોલાવી હતી. 

જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને યુવતીએ 181 મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી પોલીસમાં અરજી કરી હતી. આરોપી કેતનના માતા-પિતાને પોલીસે બોલાવી કાઉન્સેલિંગ કરતા બે મહિનામાં બન્નેના લગ્ન કરવી આપશે તેવી ખાત્રી આપી હતી. જોકે હજુ લગ્ન ન કરાવ્યા મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મની ઘટના પ્રથમ વખત નથી બની પરંતુ દેશભરમાં યુવતીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More