Home> Gujarat
Advertisement
Prev
Next

સરકારી નોકરીની લાલચમાં ફસાતા નહીં! ભાજપના પૂર્વ ડે. મેયરના પુત્રો સહિત 3 આરોપીઓની ધરપકડ

સિલિકોન શોપર્સ આવેલી ઓફિસમાં રાહુલ ભુવાની સાથે તેના નાનો ભાઈ નીરવ અને હેમંત ચૌહાણ પણ હાજર હતા. રાહુલ દ્વારા નિર્મળભાઈ ના દીકરા ધાર્મિકને સુરત મહાનગરપાલિકા કચેરીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

 સરકારી નોકરીની લાલચમાં ફસાતા નહીં! ભાજપના પૂર્વ ડે. મેયરના પુત્રો સહિત 3 આરોપીઓની ધરપકડ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત મહાનગરપાલિકામાં અને પોલીસ તંત્રમાં નોકરી અપાવવાના નામે રૂપિયા 8 લાખથી વધુની ઠગાઈ કરનાર ભાજપના પૂર્વ ડે મેયરના પુત્રો સહિત 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. બંને પુત્રોએ ભોગ બનનારાઓને પાલિકા અને પોલીસમાં મોટું સેટિંગ હોવાની શેખી મારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. જેના વેજમાં 8.90 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવાયા હતા. આ મામલે ઉધના પોલીસ દ્વારા અવારનવાર નોટિસ આપી નિવેદન લખાવવા પણ બોલાવવામાં આવ્યા હતા. છતાં કોઈ પ્રતિઉત્તર ન આપતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

fallbacks

રામ મંદિર મ્યૂઝિયમને ભેટ; 1 કિ.મી લાંબા કાપડ પર દોર્યા વારલી આર્ટમાં રામાયણ પ્રસંગ

સુરતના પુણાગામ વિસ્તારમાં સલૂન ની દુકાન ચલાવતા નિર્મળ ભાનુભાઈ ચૌહાણ ના સાળો ઉધના સ્થિત સિલિકોન સોપર્સમાં આવેલ સ્ટાર પ્રોજેક્ટ નામની ઓફિસમાં કામ કરે છે. અહીં ઓફિસ ધરાવતા પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના પુત્ર રાહુલ રસમીન ભુવાએ પોતાનું સુરત મહાનગરપાલિકા કચેરી અને પોલીસ તંત્રમાં મોટું સેટિંગ હોવાની વાતો જેનીશને કરી હતી. એટલું જ નહીં પરંતુ જેનીસને પોલીસ અને પાલિકામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાની પણ રાહુલે લોભામણી લાલચ આપી હતી. જેથી નિર્મળ ભાઈએ પોતાના સાળા જેનિશ જોડે ઉધના સ્થિત સિલિકોન સોપર્સમાં આવેલી રાહુલની ઓફિસએ વર્ષ 2021 માં સંપર્ક કર્યો હતો.

ભારત પર અપમાનજનક ટિપ્પણી કરવી પડી ભારે, માલદીવે પોતાના ત્રણ મંત્રીને કર્યાં સસ્પેન્ડ

સિલિકોન શોપર્સ આવેલી ઓફિસમાં રાહુલ ભુવાની સાથે તેના નાનો ભાઈ નીરવ અને હેમંત ચૌહાણ પણ હાજર હતા. રાહુલ દ્વારા નિર્મળભાઈ ના દીકરા ધાર્મિકને સુરત મહાનગરપાલિકા કચેરીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જેના અવેજ પેટે રૂપિયા પાંચ લાખ જેટલી રકમ ની માંગણી કરી હતી. પરિવાર જોડે ચર્ચા કર્યા બાદ નિર્મળભાઈ દ્વારા પોતાના દીકરા અને ભાઈના દીકરા અક્ષયને પાલિકામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવા માટે રૂપિયા સાડા ચાર લાખ જેટલી રકમ રાહુલ ભુવા ને આપી હતી. રાહુલ ભુવા એ ધાર્મિક તેમજ અક્ષયને પાલિકા નો કોલ લેટર પણ આપ્યો હતો. જેથી વિશ્વાસ અને ભરોસો વધી જતા અન્ય એક ઓળખીતા વિજય ભટ્ટીનો પણ સંપર્ક કરાવ્યો હતો. 

કંઈક તો થઈ રહ્યું છે! જાન્યુઆરી જ નહીં, ફેબ્રુઆરીમાં પણ આ તારીખોમાં પડશે ભારે વરસાદ

જેને પણ પાલિકામાં નોકરી અપાવવા માટે ભુવા બંધુઓએ 3.60 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હતી. જ્યારે શાળા જેની શ ને પણ પાલિકા અથવા તો પોલીસમાં નોકરી અપાવવાના બહાને ભુવા બંધુઓએ સીન સપાટા કરી મારી માતા છાયાબેન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર છે તેમની મોટી ઓળખાણ છે નોકરી મળી જશે એવી વાતો કરી વિશ્વાસ અપાવ્યો હતો. નોકરી મળી ગઈ તો દર મહિને 35 થી 40 હજાર રૂપિયા પગાર મળશે એવી ડંફાસો પણ મારી હતી. આ સાથે પાલિકાનો યુનિફોર્મ આપી વિશ્વાસ પણ કેળવ્યો હતો. 

લાગણીસભર દ્રશ્યો! લાજપોર જેલના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 17 કેદીઓને જેલમુક્ત

સમય વીત્યા બાદ નોકરી નહીં મળતા તમામ લોકો દ્વારા ભુવા બંધુઓનો સતત સંપર્ક કરવામાં આવતો હતો. પરંતુ માત્રને માત્ર બહાના બાજી અને વાયદાનો વેપાર કરી ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા હતા. પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં ભોગ બનનારાઓએ ઉધના પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી હતી. જે અરજીના અનુસંધાને ભુવા બંધુઓને ઉધના પોલીસ દ્વારા લેખિતમાં નિવેદન લખાવવા માટે નોટિસ પણ બજવવામાં આવી હતી.

ભાજપના ભરત બોઘરાએ કહ્યું; ભ્રષ્ટાચારી છે કેજરીવાલ, 'ચૂંટણી ટાણે ગુજરાત દોડી આવે છે'

વારંવાર નોટિસ આપવા છતાં કોઈ પ્રતિઉત્તર કે નિવેદન લખાવવાની તસ્દી લેવામાં આવી નહોતી. જ્યાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ઉધના પોલીસે ભુવા બંધુઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. વધુ લોકો જોડે આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી હોવાની શક્યતા પણ ઉધના પોલીસે વ્યક્ત કરી છે. જ્યાં તપાસ દરમિયાન નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More