Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગરમાં બે સગા કાકાએ ભત્રીજાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો

જામનગરની સાધના કોલોની વિસ્તારમાં ધોળા દિવસે ઘરની અંદર ભત્રીજાની બે કાકાઓ દ્વારા લાકડાના ધોકા માથા પર મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને કાકાઓ ફરાર થયા હતા.

જામનગરમાં બે સગા કાકાએ ભત્રીજાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો

મુસ્તાક દલ, જામનગર: જામનગરની સાધના કોલોની વિસ્તારમાં ધોળા દિવસે ઘરની અંદર ભત્રીજાની બે કાકાઓ દ્વારા લાકડાના ધોકા માથા પર મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને કાકાઓ ફરાર થયા હતા. જ્યારે ગણતરીના કલાકોમાં જ જામનગર પોલીસે હત્યારા બંને આરોપી કાકાઓને ઝડપી પાડતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

fallbacks

વધુમાં વાંચો:- ઉત્તર ગુજરાતમાં આવશે શ્વેત ક્રાંતિ, દૂધ સાગર ડેરીના ડેનમાર્કની કોલ્ડ કોલેજ સાથે MOU

જામનગર શહેરની સાધના કોલોની વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં પરમ દિવસે મહાવીરસિંહ રાઠોડ નામના ગરાસિયા યુવાનની તેના સગા બે કાકા અને ફ્રૂટની રેકડીનો વ્યવસાય કરતા વિક્રમસિંહ રાઠોડ અને દોલુભા રાઠોડ દ્વારા ભરબપોરે લાકડાના ધોકા અને મુંઢ માર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

વધુમાં વાંચો:- અમરેલી સ્ટેટ હાઇવે પર દેખાયો 10 ફૂટ જેટલો મહાકાય મગર, વન વિભાગે કર્યું રેસ્ક્યું

ત્યારબાદ બંને આરોપીઓ ઘરનો દરવાજો બંધ કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના પરિવારજનોની પોલીસ ફરિયાદ તેમજ પ્રાથમિક તપાસ કરતા યુવાનની હત્યા પાછળ બંને સગા કાકા પર શંકાની સોય દર્શાવવામાં આવી હતી.

વધુમાં વાંચો:- પાટણ: સ્વચ્છતા અભિયાનના નામે બનાવામાં આવતા શૌચાલયમાં બહાર આવ્યું લાખોનું કૌભાંડ

જેના અનુસંધાને જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ LCB સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક યુવાન કોઈ કામ ધંધો ન કરતો અને તે બાબતે માથાકુટ થતાં બંને સગા કાકા દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું આરોપીઓ દ્વારા કબૂલાત કરી હતી.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More