Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં 90 વર્ષીય વૃદ્ધા માટે દેવદુત સાબિત થઇ પોલીસ, કરી અનોખી મદદ

કોરોના વાયરસને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવા માટે સતત પ્રયત્નશીલ છે. જો કે આ સાથે જ પોલીસનાં જેટલાક જવાનો માનવતાને પણ મહેતાવતા રહે છે અને તેના અનેક કિસ્સાઓ માધ્યમોમાં ચમકતા રહે છે. આવો જ એક કિસ્સામાં વડોદરાનાં જૂના પાદરા રોડ પર આવેલી શક્તિપાર્ક સોસાયટીમાં એકલવાયુ જીવન જીવન જીવતા 90 વર્ષના વૃદ્ધાને દવા અને જીવન જરૂરી વસ્તુઓની કીટ અને રોકડ સહાય પહોંચાડી હતી. 

વડોદરામાં 90 વર્ષીય વૃદ્ધા માટે દેવદુત સાબિત થઇ પોલીસ, કરી અનોખી મદદ

વડોદરા : કોરોના વાયરસને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવા માટે સતત પ્રયત્નશીલ છે. જો કે આ સાથે જ પોલીસનાં જેટલાક જવાનો માનવતાને પણ મહેતાવતા રહે છે અને તેના અનેક કિસ્સાઓ માધ્યમોમાં ચમકતા રહે છે. આવો જ એક કિસ્સામાં વડોદરાનાં જૂના પાદરા રોડ પર આવેલી શક્તિપાર્ક સોસાયટીમાં એકલવાયુ જીવન જીવન જીવતા 90 વર્ષના વૃદ્ધાને દવા અને જીવન જરૂરી વસ્તુઓની કીટ અને રોકડ સહાય પહોંચાડી હતી. 

fallbacks

અમદાવાદમાં ધનપતિઓથી ધમધમતો ઇસ્કોન મેગામોલ બન્યો ગરીબોનું આશ્રયસ્થાન
વડોદરાનાં જુના પાદરા ખાતે શક્તિપાર્ક સોસાયટીમાં 90 વર્ષીય પુષ્પાબેન અમીન નામનાં એક અપહરણિત મહિલા રહે છે. તેમણે ઘરના કામકાજ માટે એક મહિલા રાખેલી છે. જો કે લોકડાઉનનાં કારણે ઘરવખરી અને દવા સહિતનો સામાન ખાલી થઇ ગયો હતો. જ્યારે કામ માટે આવતી મહિલા પણ આવી શકતી નહોતી. જેથી તેમણે સિનિયર સિટીઝન સેલમાં મદદ માટે અપીલ કરી હતી. જેના પગલે સરકારે તેમની મદદ કરી હતી.

સુરતમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું, 19માંથી 9 કેસની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી

ડીસીપી સંદિપ ચૌધરીએ વૃદ્ધાની મદદનો ફોન આવતા જ એક ટીમે તેઓનાં ઘરે જરૂરી ઘરવખરી સામાન સાથે રવાના કરી હતી. તેઓને જરૂરી સામાન તેમજ રોકડ સહાય કરી હતી. આ સાથે જરૂરી દવાઓ પણ આપી હતી. સાથે પુષ્પાબહેનને જણાવ્યું કે કંઇ પણ  જરૂરિયાત પડે તો પોલીસ સંપર્ક કરવો. પોલીસ હંમેશા માટે તમારી સાથે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More