Home> Gujarat
Advertisement
Prev
Next

વાહ પોલીસ! ધારાસભ્યનાં ડ્રાઇવરનો મોબાઇલ ચોરાયો તો ગણત્રીનાં દિવસોમાં ઝડપાયો આરોપી

સામાન્ય નાગરિકને મોબાઇલ ચોરીની ફરિયાદ માટે બે ધક્કા ખવડાવતી GUJARAT POLICE દ્વારા MLA ના ડ્રાઇવરનો મોબાઇલ ચોરી થતા તત્કાલ ઝડપી લીધો અને મોબાઇલ પણ રિકવર કર્યો

વાહ પોલીસ! ધારાસભ્યનાં ડ્રાઇવરનો મોબાઇલ ચોરાયો તો ગણત્રીનાં દિવસોમાં ઝડપાયો આરોપી

મૌલિક ધામેચા/અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં ચીલઝડપ અને મોબાઇલ ચોરીની અનેક ઘટનાઓ બનતી હોય છે. જો કે ગુજરાતમાં કોઇક જ નાગરિક એવો હશે જેને ફરિયાદ નોંધાવતી વખતે આશા હોય કે મારો મોબાઇલ પરત આવશે. દરેક નાગરિક માત્ર નોંધાવવા ખાતર જ ફરિયાદ નોંધાવતો હોય છે. તેને ક્યારે પણ મોબાઇલ કે અછોડા પરત ફરવાની આશા હોતી નથી. પરંતુ આપણાં દેશમાં VIP અને તેની સાથે સંકળાયેલા લોકોની અલગ જ દુનિયા છે. ધારાસભ્ય રાકેશ શાહનાં ડ્રાઇવરનો મોબાઇલ ચોરાતા પોલીસે ગણત્રીનાં દિવસમાં ન માત્ર આરોપીને ઝડપી લીધો પરંતુ મોબાઇલ પણ રિકવર કર્યો.

fallbacks

AHMEDABAD: રાત્રી કર્ફ્યૂ છતા ત્રણ પોલીસ સ્ટેશનની હદ વટાવી હિંસક હુમલો અને...

અમદાવાદમાં અનેક ચિલ ઝડપનાં બનાવો સામે આવતા હોય છે. જેને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઉઠતા રહે છે. જેના ઉદાહરણો સંખ્યાબંધ છે મહિલાઓના અછોડા તુટવા કે મોબાઇલ ચોરીના અનેક કિસ્સાઓ રોજબરોજ અમદાવાદમાં બનતા હોય છે. પરંતુ મોબાઇલ ચોર અને ચિલઝડપ કરનાર જવલ્લેજ પોલીસ ગિરફ્તમાં આવતા હોય છે. હાલમાં જ અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી મોબાઇલ ફોન ઝુંટવી લઇ એક શખ્સ ફરાર થઇ ગયો હતો. બાદમાં ફરિયાદ કરતા સામે આવ્યું હતું કે, એલિસબ્રિજ વિધાનસભા ક્ષેત્રનાં ધારાસભ્ય રાકેશ શાહનાં ડ્રાઇવરનો મોબાઇલ કેટલાક શખ્સો ચિલઝડપ કરીને ફરાર થઇ ગયો હતો. 

જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષનો સન્માન કાર્યક્રમ, મોટા ભાગનાં લોકો માસ્ક વગર, તમામ નિયમોનો ફજેતો

આ ફરિયાદ દાખલ થતા જ પોલીસ ન માત્ર દોડતી થઇ હતી પરંતુ એક જ દિવસમાં તપાસ ક્રાઇમબ્રાંચને સોંપી દેવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચે પણ વિરતાપુર્વક આરોપીને ઝડપી લીધો હતો. ક્રાઇમબ્રાંચના ઇતિહાસમાં કદાચ આવો પહેલો બનાવ હશે કે મોબાઇલ ચોરીની તપાસ સોંપાઇ હોય. ક્રાઇમબ્રાંચ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં તેનું નામ જમાલપુર ચકલા ખાતે રહેતા મોહમ્મદ ફાઝીલ હોવાનું સામે આવ્યું હતું. આરોપીનો સાથ આપનારા એક વ્યક્તિ શાહરૂખની અટકાયત કરવા માટેના ચક્રોપણ ગતિમાન કર્યા હતા. આ ઉપરાંત તેની પાસેથી 2 મોબાઇલ (કિંમત 40 હજાર રૂપિયા) મળી આવ્યા હતા. 

આઈફોનવાળી હીના વિશે કથાકાર જિગ્નેશદાદાએ પ્રવચનમાં પણ કર્યો ઉલ્લેખ

ઘટના અંગે કેફિયત આપતા આરોપીએ જણાવ્યું કે, તે અને તેનો સાગરીત મિત્ર શાહરુખ રાત્રે સાડા નવ વાગ્યે સ્પલેન્ડર બાઇક લઇ શાહઆલમ ટોલનાકાથી આવતા હતા ત્યારે મોબાઇલમાં ગેમ રમતા એક યુવકનો મોબાઇલ ઝુંટવ્યો હતો. ત્યાર બાદ જમાલપુર બ્રિજ પાસેથી સ્મશાન નજીકનાં ગણપતિ મંદિર નજીકથી પણ એક મોબાઇલ ઝુંટવીને બંન્ને રિવરફ્રંટથી શાહઆલમ ભાગી ગયા હતા. જો કે ગ્રાહકોને મોબાઇલ વેચવા માટે જઇ રહ્યા હતા ત્યારે જ ક્રાઇમબ્રાંચે આરોપીને ઝડપી લીધો હતો. આરોપી અગાઉ 2020 માં મારામારીના ગુનામાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો છે. આ ઉપરાંત મોબાઇલ ચોરીમાં પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પકડાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More