ઝી બ્યુરો/જામનગર: જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ટાપુઓમાં પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ યોજી અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઇને તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા પીરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા.
ઘોર કળિયુગ! પિતાએ દીકરી સાથે કર્યા લગ્ન તો એક બહેન સગા ભાઈ સાથે ભાગી ગઈ!
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવએ જણાવ્યું હતું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં જે 42 ટાપુઓ આવેલા છે આ ટાપુઓ ઉપર રહેલા ગેરકાયદેસર દબાણો થોડા સમય પહેલા દૂર કરવામાં આવેલા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક પોલીસ અને SOG સહિતની ટીમોને સાથે રાખી એક ચેકીંગ માટે મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અનધિકૃત કે જોકે શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી સમયાંતરે ટાપુઓ ઉપર ચેકીંગ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઇ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે, જેમાં પ્રવેશ પ્રતિબંધિત છે.
ગુજરાતમાં આગામી 3 દિવસ છે ખુબ જ ભારે! આવી રહી છે એક નવી સિસ્ટમ, અહી છે વરસાદની આગાહી
આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. જે 21 પૈકી 7 ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત ખારા અને મીઠા ચુણા, આશાબા, ધોરીયો, ધબધબો, સામયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ 36 ધાર્મિક તથા કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવેલ છે. તેમાં પણ ખાસ કરીને ફકત ખારા ચુણા અને મીઠા ચુણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપુર્ણ રીતે દુર કરવામાં આવેલ છે.
આણંદમા અમેરિકાની ક્રિકેટ ટીમે પરસેવો પાડ્યો! મૂળ ગુજરાતી છે USA ક્રિકેટ ટીમનો કેપ્ટન
જ્યારે પીરોટન ટાપુ નેશનલ સિક્યુરિટી તેમજ સમુદ્ર જીવ સૃષ્ટિની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના એવા માનવ વસ્તી રહીત ટાપુ કે જે મરીન નેશનલ પાર્કનો ભાગ છે, તેના પર આશરે અલગ અલગ 9 જેટલી મજાર બનાવી આશરે 4000 સ્ક્વેર ફૂટ ઉપર ધાર્મિક દબાણ કરવામાં આવેલ હતુ. જે તમામ 9 જેટલા મજારો તથા 4000 સ્કવેર ફુટ પરનુ દબાણ દુર કરવામાં આવેલ છે. આ ટાપુઓ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલ હતા તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી
ક્યાં વિસ્તારમાં કેટલા ટાપુ અને કેટલા લેન્ડિંગ પોઇન્ટ
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જમાં કુલ 42 ટાપુ, 57 લેન્ડિંગ પોઇન્ટ અને 15 જેટી આવેલ છે. જેમાં જામનગર જીલ્લા ખાતે 11 ટાપુ, 11 લેન્ડીંગ પોઇન્ટ તથા 3 જેટી આવેલ છે. દેવભુમી દ્વારકા જીલ્લા ખાતે 23 ટાપુ, 44 લેન્ડીંગ પોઇન્ટ તથા 8 જેટી આવેલ છે. અને મોરબી જીલ્લા ખાતે 8 ટાપુ, 2 લેન્ડીંગ પોઇન્ટ, 4 જેટી આવેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે