Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસ કોન્સ્ટેબલ જ બની ગયો બુટલેગર, કરતો હતો દારૂનો ધંધો, આ રીતે ફૂટ્યો ભાંડો

અરવલ્લી જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતો એક કોન્સ્ટેબલ જ બુટલેગર બની દારૂનો ધંધો કરી રહ્યો હતો. એલસીબીને બાતમી મળતા તેના ઘરે દરોડો પાડી લાખોનો દારૂ કબજે કર્યો હતો. 

પોલીસ કોન્સ્ટેબલ જ બની ગયો બુટલેગર, કરતો હતો દારૂનો ધંધો, આ રીતે ફૂટ્યો ભાંડો

મહર્ષ ઉપાધ્યાય, અરવલ્લીઃ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે બધા જાણે છે. રાજ્યમાં છૂટથી દારૂનો ધંધો થાય છે અને ગમે ત્યાં દારૂ મળી રહે છે. પોલીસ પણ કાર્યવાહીના નામે માત્ર દેખાડા કરતી હોય છે. રાજ્યમાં અનેક બુટલેગરો ઝડપાતા રહે છે. પરંતુ હવે અરવલ્લીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક પોલીસ કોન્ટસ્ટેબલ ખુબ બુટલેગર બની ગયો અને દારૂનો વેપાર કરતો હતો. જાણો કોણ છે આ પોલીસકર્મી અને કઈ રીતે ઝડપાયો..

fallbacks

અરવલ્લી જિલ્લામાં ખુદ પોલીસકર્મી જ બુટલેગર હોવાની ઘટના સામે આવી છે. વાત છે ધનસુરાના રહીયોલ ગામની. રાહીયોલ ગામના વતની અને છેલ્લા દસ વર્ષથી પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પરમારના રાહીયોલ ખાતેના નિવાસ સ્થાને દારૂ હોવાની બાતમી જિલ્લા એલસીબી વિભાગને મળી હતી. એલસીબીએ પોલીસ કોન્સ્ટેબલના ઘરે દરોડો પાડ્યા હતા. આ દરમિયાન તેના રસોડોમાંથી અલગ-અલગ બ્રાન્ડની 2138 દારૂની બોટલ મળી આવી હતી. જેની કિંમત આશરે 1.76 લાખ રૂપિયા થાય છે.

તો પોલીસ ખાતામાં ફરજ બજાવતો કર્મચારી જ બુટલેગર બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર બુટલેગર પોલીસ વિજય પરમાર અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો હતો તે સમયે પણ તે દારૂના કેસમાં પકડાયો હતો અને તેને સસ્પેન્ડ કર્યા બાદ તે પોરબંદરમાં ફરજ બજાવી રહ્યો હતો. તે પોતે એક વખત સસ્પેન્ડ થઈ ગયો હોવા છતાં પણ  તેણે ખાખીને લજવવાનો ધંધો બંધ કર્યો નહોતો. એલસીબીની રેડ વખતે તે પોતાના નિવાસ સ્થાનેથી ફરાર થઇ ગયો હતો. જો કે હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પોલિસકર્મી વિજય પરમારને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More