Home> Gujarat
Advertisement
Prev
Next

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે! 35 હજાર કરોડની વિદેશી ખુરશી માટે ડીસાના વેપારીને લાગ્યો મોટો ચુનો

ગુજરાતમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક એન્ટીક ખુરશીના વેપારની લાલાચ આપી ડીસાના વેપારીને 5.67 કરોડનો ચૂનો લગાવનાર કાકા-ભત્રીજાને પોલીસે દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે આ કેસમાં હજું બે ફરાર છે.

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે! 35 હજાર કરોડની વિદેશી ખુરશી માટે ડીસાના વેપારીને લાગ્યો મોટો ચુનો

પ્રેમલ ત્રિવેદી/પાટણ: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે તે કહેવત સાર્થક કરતો કિસ્સો પાટણ શહેર મા બનવા પામ્યો છૅ. જેમાં ડીસાના એક વહેપારીને 4 શખ્સોએ વિદેશમાં રૂ.35 હજાર કરોડની વિદેશી એન્ટીક ખુરશી માટે સોદો કર્યો હોવાનું જણાવીને પાટણ ખાતે 4 વર્ષ અગાઉ ડીસાના એક વેપારી સાથે રૂપિયા 5.67 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરવાની ઘટનામાં આખરે પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં શહેરના કાકા ભત્રીજા અને ધાનેરાના ધાખા અને ડીસાના ટેટોડાના મળી 4 શખ્સો સામે ફરિયાદ દાખલ થવાં પામી છે, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ હાથ ધરી છે. બે આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છૅ.

fallbacks

વરસાદને લઈ અંબાલાલ પણ મૂંઝવણમાં! અહીં બની રહ્યા છે વાવાઝોડા, સપ્ટે.માં પડશે ગરમી

પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ડીસાના રહેવાસી અને ગંજ બજારમાં પેઢી ધરાવતા ત્રિકમાજી ગમજીજી બારોટ નામના વ્યાપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરુકી મહમદ સલીમ કાલુમિયા, ચૌધરી ઉત્તમ ઇશ્વરભાઇ, પાંત્રોડ આંબાભાઈ દાનાભાઈ અને જાફુરભાઈ નામના ચાર વ્યક્તિઓના તેઓ સંપર્કમાં આવ્યા હતા. તેઓએ ત્રિકમાજી બારોટને લાલચ આપીને જણાવ્યું હતું કે તેમણે વિદેશમાં ચેર એન્ટિક વસ્તુના 35,398 કરોડ રૂપિયામાં સોદા કર્યા છે અને આ વાત સાબિત કરવા માટે તેઓએ ભારત સરકારના નાણામંત્રાલય તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નકલી લેટરપેડ બતાવી તથા સેન્ટ્રલ બેન્કના પણ નકલી લેટરપેડ બનાવી વેપારીને વિશ્વાસમાં લીધા હતા.

કલકી અવતાર કહેતા રમેશ ફેફરનો બફાટ; 'બ્રાહ્મણ તથા પરશુરામનો હું 'હાર્ટએટેક'થી નાશ...'

વેપારી પાસેથી ધીરે ધીરે રૂપિયા કઢાવવાની શરૂઆત કરી હતી. અલગ અલગ બહાના અને અલગ અલગ રીતે વેપારીને ભરમાવીને આ મહા ઠગ ટોળકીએ વેપારી પાસેથી દોઢ વર્ષના સમય ગાળામાં કુલ 5.67 કરોડ રૂપિયા કઢાવી લીધા હતા અને તેને બદલે વેપારીને ચેક તેમજ નોટરી લખાણ કરી આપ્યા હતા. 

થોડી તો લાજ રાખવી હતી! મોટી બહેનને લગ્ન વિના ગર્ભવતી બનાવી અને નાની પર બળાત્કાર

પરંતુ જ્યારે વેપારીને પૈસા પરત લેવાનું સમય આવ્યો ત્યારે આ ટોળકી એ હાથ અધર કરી દેતા અને ફરિયાદી વેપારીને ઉઘરાણી કરવા આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા આખરે વેપારીએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા પોલીસે બે આરોપીઓ સલીમ ફારુકી અને જાફર સૈયદ રહે. પાટણ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છૅ. 

અમદાવાદ આવેલા સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીનું મોટુ નિવેદન, જુઓ શું કહ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More