Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ફિલિપાઇન્સનો વિદ્યાર્થી લૂંટાયો, બન્યું એવું કે તમે વિચારીર્યું પણ નહીં હોય, 4ની ધરપકડ

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ભાવીન ચક્રવતી, ચિરાગ ઉર્ફે જાડુ ચૌહાણ, વિકાસ ઉર્ફે વિકી મકવાણા અને વિશાલ ઉર્ફે વિસુ વાઘેલાની ધરપકડ કરી છે. 

 અમદાવાદમાં ફિલિપાઇન્સનો વિદ્યાર્થી લૂંટાયો, બન્યું એવું કે તમે વિચારીર્યું પણ નહીં હોય, 4ની ધરપકડ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરમાં રહેતા ફિલિપિન્સના એક વિદ્યાર્થી સાથે લૂંટની ઘટના બની. વાડજ વિસ્તારમાં પાર્સલ લેવાના બહાને ચાર લૂંટારાઓએ લૂંટ ચલાવી ફરાર થયા. જોકે વાડજ પોલીસે ગણતરીના કલાકોમા લૂંટના ગુનાનો ભેદ ઉકેલીને ચાર આરોપીની ધરપકડ કરી છે. હાલ આ લૂંટ કેસમા ફિલિપીન્સના અન્ય વિદ્યાર્થીના ભાઈની સંડોવણીને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

fallbacks

તમારું બાળક બોલવામાં કે સાંભળવામાં અક્ષમ હોય તો ગભરાશો નહીં! મહત્વનો નિર્ણય લેવાયો

પોલીસ કસ્ટડીમા ઉભેલા આ ચારેય આરોપીઓને ઘ્યાનથી જુઓ આરોપીઓના નામ છે. ભાવીન ચક્રવતી, ચિરાગ ઉર્ફે જાડુ ચૌહાણ, વિકાસ ઉર્ફે વિકી મકવાણા અને વિશાલ ઉર્પે વિસુ વાઘેલા. જેમના પર આરોપ લાગ્યો છે વિદ્યાર્થી પાસેથી ચલાવવાનો. બનાવ અંગે વિગત એવી છે કે ફિલીપાઈન્સનો એક વિદ્યાર્થી મેડીકલમા અભ્યાસ કરતા મુલચંદ ડાકા નામનો યુવક 13 ફેબુઆરી ભારત આવ્યો હતો. 

'રાસાયણિક ખાતર ધીમું ઝેર છે, આજે નહિ જાગો તો ખેતી લાયક જમીન જ નહિ હોય'

મૂળ રાજસ્થાનનો આ યુવક પોતાના ફિલિપાઈન્સના મિત્ર ફિરોજના ભાઈ નવાબનુ પાર્સલ લેવા રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો.ત્યારે વાડજ ખાતે આ લૂંટારાઓએ યુવકને પાર્સલ લેવા આવ્યો છે તેવુ કહીને મારવાની ધમકી આપીને તેની પાસેથી પાસપોર્ટ, મોબાઈલ અને એટીએમ કાર્ડની લૂંટ કરી હતી. આ ઘટનાની જાણ વાડજ પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમા લૂંટનો ભેદ ઉકેલાની ચારેય આરોપીની ધરપકડ કરી છે.

16 રનમાં આખી ટીમ ઓલઆઉટ, 5 રન પણ ન બનાવી શક્યો કોઈ બેટર, બની ગયો શરમજનક રેકોર્ડ

પોલીસ તપાસ દરમિયાન સામે આવી છે કે પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા છે જે પૈકી મુખ્ય આરોપી ભાવીન ચક્રવતી વિરૂધ્ધ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમા ગુના નોંધાયા છે.જયારે વિશાલ ઉર્ફે વિસુ વાઘેલા વિરૂધ્ધ વાડજ અને સોલામા મારામારી અને પ્રોહિબીશનના 4 ગુના નોંધાયા. એટલું જ નહીં પણ વિશાલ એક વખત પાસા હેઠળ સજા પણ ભોગવી ચુક્યો છે. આ ઉપરાંત ચિરાગ ચૌહાણ સામે 2 ગુના અને વિકાસ મકવાણા સાને એક ગુનો નોંધાયો છે. 

Lok Sabha Poll 2024: આવી ગઇ TMC ઉમેદવારોની પ્રથમ યાદી, ગુજ્જુ ક્રિકેટરને મળી ટિકીટ

ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપીઓની ધરપકડ કરીને વાડજ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે આ લૂંટ કેસમા આરોપીઓ નવાબનુ પાર્સલ લેવા આવ્યા હોવાનુ કહીને લૂંટને અંજામ આપ્યો હતો.જેથી લૂંટમા નવાબની સંડોવણી છે કે નહિ તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More