Gujarat Politics : લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે. ત્યારે આ સમયે ગંભીરા બ્રિજ અકસ્માતના અસરગ્રસ્તોએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતું પોલીસે પરિવારજનોને તેમને અટકાવ્યા હતા. જોકે, ભારે વિવાદ બાદ 7 પરિજનોને રાહુલ ગાંધીને મળવા અંદર જવા દેવાયા હતા.
આજે આણંદમાં રાહુલ ગાંધીએ દૂધ ઉત્પાદકો સાથે ગોષ્ઠિ કરી હતી. તો સાથે જ ગુજરાતના પશુપાલકો અને દૂધ સંઘના સભાસદો સાથે કરી વિસ્તૃત વાતચીત કરી હતી. આ સમયે ગંભીરા બ્રિજ અકસ્માતના અસરગ્રસ્તોએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતં પોલીસે પરીજનોને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા. સંવાદ સ્થળે કેટલાક પરિજનો પહોંચતા પોલીસે તેઓને બહાર કાઢ્યા હતા.
ગંભીરા બ્રિજ અકસ્માતમાં એક મૃતકના પિતા જયંતીભાઈ રાઠોડે કહ્યું કે, પ્રવેશ પાસ ન હોવાથી અમને બહાર કાઢ્યા હતા. અમે રાહુલ ગાંધીને મળવા આવ્યા હતા, પણ બહાર કાઢ્યા હતા. અમને કોંગ્રેસ તરફથી બોલાવવામાં આવ્યા હતા. સરકારે 6 લાખના સહાયની વાત કરી હતી હજી 4 લાખ જ મળ્યા છે. અમને પૂરતો ન્યાય મળે એ માંગ છે, મારો પુત્ર મોતને ભેટ્યો છે. પાસ આપશે તો રાહુલ ગાંધીને મળવા જઈશું.
ગુજરાતના આ મોટા શહેરના પ્રોપર્ટીના ભાવમાં 20 ટકાનો ઘટાડો, રોકાણ કરવું હોય તો કરજો
કોંગ્રેસ નેતાઓ આવતા સ્વજનોને કાર્યક્રમ સ્થળે લઇ જવાયા હતા. પરંતું પોલીસે તેઓને પુનઃ રોક્યા હતા. આ બાદ કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના સિક્યોરિટી પ્રોટોકોલ મુજબ અંદર નહીં જઇ શકે. આગોતરી તૈયારી સમયે પાસ નક્કી થયા એમને જ અંદર જવા દઈશું.
તો બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, તમે અસરગ્રસ્તોને કેમ ભગાડ્યા. ભારે વિવાદ બાદ 7 પરિજનોને રાહુલ ગાંધીને મળવા અંદર જવા દેવાની પરમિશન આપવામાં આવી હતી.
માંડ માંડ બચ્યો બાળક, BRTS કોરિડોરમાં સાયકલ લઈને ઘૂસેલા બાળકનો આબાદ બચાવ, CCTV ફૂટેજ
અંતે કાર્યક્રમ સ્થળે હોલની બહાર 7 પરિજનોને મળ્યા હતા. રાહુલ ગાંધી કાર્યક્રમ સ્થળે હોલની બહાર 7 પરિજનોને રાહુલ ગાંધી મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે