Home> Gujarat
Advertisement
Prev
Next

કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી, ગુનામાં વપરાયેલ પિસ્તોલ અને બાઈક મળ્યું

કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી હોવાની માહિતી મળી રહી છે. સર મુબારકની દરગાહ પાછળથી એક પિસ્તોલ મળી આવી છે. પોલીસે હાલ આ ઘટનામાં ઉપયોગ થયેલ હથિયાર અને બાઈક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરગાહની પાછળથી ખુલ્લા મેદાનમાં હથિયાર મળી આવ્યું છે.

કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી, ગુનામાં વપરાયેલ પિસ્તોલ અને બાઈક મળ્યું

ઝી ન્યૂઝ/અમદાવાદ: કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી હોવાની માહિતી મળી રહી છે. સર મુબારકની દરગાહ પાછળથી એક પિસ્તોલ મળી આવી છે. પોલીસે હાલ આ ઘટનામાં ઉપયોગ થયેલ હથિયાર અને બાઈક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરગાહની પાછળથી ખુલ્લા મેદાનમાં હથિયાર મળી આવ્યું છે.

fallbacks

આજે ધંધૂકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં યુવકની હત્યાના તાર પાકિસ્તાન સુધી ખૂલ્યા છે. પાકિસ્તાનમાં તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર હોવાનુ ખૂલ્યુ છે. પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે સંગઠનને સીધો સંબંધ છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠનનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું સામે આવ્યુ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટરવાદી હતો. ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાનું કામ કરતો હતો. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે. 

fallbacks

ધંધૂકાના કિશન ભરવાડની હત્યા કેસના તાર છેક પાકિસ્તાન સુધી લંબાયા છે. આ સંસ્થા ગુજરાતમાં જેહાદ માટે પાકિસ્તાની એજન્ડા પર કામ કરે છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર છે. આ સંગઠન પહેલા તહેરિક-એ-ફરૌખે-ઇસ્લામના નામથી ઓળખાતું હતું. આ સંગઠનનોનો સીધો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે છે. પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટી તહરિકે-લબ્બેક સાથે તેને સંબંધ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટટવાદી હતો, અને ખાદીમ રિઝવીનું કામ રાજકીય હત્યાઓ કરાવવાનું છે. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે. ભારતમાં હવે બરલવી આતંકવાદનો ઘુસાડવાનું ષડયંત્ર ચલાવવાનું કામ ચાલે છે. 

fallbacks

ધંધૂકામાં યુવકની જાહેરમાં હત્યા કરી દેવાના બનાવ બાદ આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓને અન્ય ધર્મ વિરુદ્ધ ભડકાવવા સુધીની વિગતો પોલીસ સામે આવી છે. આરોપીઓએ પાકિસ્તાન સ્થિત સંગઠનનાં ભડકાઉ ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઇના મૌલાનાઓની થયેલી મીટિંગના સંદર્ભમાં હત્યા કરવાનું નકકી કર્યું હતું. અમદાવાદના શાહ આલમમાં સમગ્ર હત્યાનો પ્લાન ઘડાયો હતો. હવે આ જેહાદી ષડયંત્રની શંકાના આધારે સમગ્ર તપાસ ATS દ્વારા કરવામાં આવશે અને આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ તેમજ પાકિસ્તાન કનેક્શન શોધવા માટે અલગ અલગ ટીમ રચવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More