Home> Gujarat
Advertisement
Prev
Next

રૂપાલા વિવાદ વચ્ચે જામનગરમાં પિક્ચર બદલાયું : ક્ષત્રિયોએ આપ્યું પૂનમ માડમને સમર્થન

Ruapala Controversy જામનગરમાં 10 જેટલા ગામોએ સાંસદ પૂનમબેન માડમને સમર્થન જાહેર કર્યું, ધ્રોલ તાલુકાના 10 જેટલા ગામોનું ભાજપને સમર્થન જાહેર, ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ખાતે રાજપૂત સમાજની બેઠક યોજાઈ

રૂપાલા વિવાદ વચ્ચે જામનગરમાં પિક્ચર બદલાયું : ક્ષત્રિયોએ આપ્યું પૂનમ માડમને સમર્થન

Rajput Samaj Declare Support To Poonam Nadam મુસ્તાક દલ/જામનગર : ગુજરાતમાં રાજપૂત સમાજના આંદોલનના પગલે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજપૂતોનો રોષ ધીરે ધીરે શાંત થઈ રહ્ય છે. ત્યારે આ વચ્ચે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતા 10 જેટલા ગામોના આગેવાનો દ્વારા જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

fallbacks

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણી લઈને અત્યાર સુધી રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત સમાજની માંગણીનો અસ્વીકાર કરાતા માત્ર પરષોત્તમ રૂપાલા નહીંસ પરંતુ ગુજરાતમાં ભાજપના તમામ ઉમેદવારોનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો, એવા સમયે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ માટે રાજપૂત સમાજ તરફથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે.

ગાયબ થયેલા કુંભાણી સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યો

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે ગઈકાલે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ધ્રોલ તાલુકામાં મુખ્ય વર્ચસ્વ ધરાવતા ધ્રોલ, મોટા વાગુદડ, નાના વાગુદડ, સણોસરા, ખાખરા દેડકદડ, રોજીયા, જાબેડા,  હાડાટોડા અને ખીજડીયા સહિતના 10 જેટલા ગામોના રાજપૂત સમાજના આગેવાનોએ સાંસદ પૂનમ માડમને સમર્થન આપ્યું છે. રાજપૂત સમાજના આગેવાનોએ સમર્થન આપતા જણાવ્યું કે ભાજપનો વિરોધ છે એનો મતલબ એ નહીં કે કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવું. કોંગ્રેસના ઉમેદવારને પણ રાજપૂત સમાજના આ 10 ગામના આગેવાનો અને લોકો મતદાન નહીં કરે તે બાબત જાહેર કરવામાં આવી હતી.

નરેન્દ્ર મોદીએ ગુજરાતના આ નેતાના કર્યા મ્હોંફાટ વખાણ, નેતાજી થઈ ગયા ગદગદીત

રાજપૂત સમાજના આગેવાનો તેમજ સાંસદ પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાજપના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટા વાગુદડ ગામે ખાતે યોજાયેલ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે રાજપૂત સમાજના આ નિર્ણયને આવકાર્યો હતો.

કેસર કેરીનું ઘર ગણાતા તલાલામાં આવી મુહૂર્ત કેરી, જાણો કેટલા હજારમાં થયો પહેલો સોદો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More