હિતલ પારેખ/ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના મતદાન વચ્ચે રાજ્યની ચાર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઇ હતી. અને લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર અને માણાવદરની બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 58.60 ટકા મતદાન થયું હતું.
બપોરના ત્રણ વાગ્યા સુધીમાં થયેલુ મતદાન
મહત્વનું છે કે, આ તમામ સીટો પર ચૂંટણી યોજાઇ અને લોકોએ મતદાન કર્યું હતું. ઊંઝા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. માટે આ બેઠક પર પેટા ચૂંટણી યોજવાની ફરજ કરી પડી હતી. જ્યારે માણાવદર બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડા પણ ભાજપ જોડાઇને સીધા મંત્રી બન્યા હતા. અને હવે આ બેઠક પરથી પેટા ચૂંટણીમાં પણ ભાજપથી તેમને ઉમેદવાર જાહેર કરાયા હતા.
ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર અને માણાવદરની ચાર વિધાનસભા બેઠકો પર લોકસભાની ચૂંટણીની સાથે આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ઊંઝા બેઠક પર સૌથી વધારે 62 ટકા મતદાન થયું હતું. જ્યારે આ ચારમાંથી સૌથી ઓછું મતદાન ધ્રાંગધ્રા બેઠકની પેટા ચૂંટણીમાં 55.07 ટકા થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે