Home> Gujarat
Advertisement
Prev
Next

ગેરેજમાં ગુટર ગુ : બંધ ગેરેજમાં ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરવામાં ગયો કપલનો જીવ

Couple Romance In Car : પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં બંધ ગેરેજમાંથી યુવક- યુવતીના શંકાસ્પદ અર્ધનગ્ન મૃતદેહ મળ્યા, તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો 
 

ગેરેજમાં ગુટર ગુ : બંધ ગેરેજમાં ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરવામાં ગયો કપલનો જીવ

Porbandar News : પોરબંદરમાં એક કિસ્સાથી ચકચાર મચી ગઈ છે. પોરબંદરમાં એક બંધ ગેરેજમાંથી યુવક અને સગીરાના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. બંધ ગેરેજની અંદર ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરતા પ્રેમીપંખીડાના મોત થવાથી ચારેતરફ ચર્ચા ઉઠી છે. 

fallbacks

બન્યું એમ હતું કે, પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારની શેરી નંબર 4 માં આવેલ એક ગેરેજમાંથી આજે એક યુવક અને યુવતીનો અર્ધનગ્ન અવસ્થામાં શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આ યુવક અને યુવતીનો મૃતદેહ બહાર કાઢીને તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવકનો મૃતદેહ ગેરેમાં જ કામ કરતા 19 વર્ષીય યુવક નિખીલ મહેન્દ્ર મસાણીનો હતો. તો તેની સાથે તેની 17 વર્ષીય સગીર મિત્ર હતા. 

ગેરકાયદે અમેરિકા જનારા ગુજરાતીની દુર્દશા! ગુજરાતી માલિકે મહેસાણાના કામદારને માર્યો

નિખીલ મસાણી આ ગરેજમા જ કામ કરતોો હતો. તેણે પોતાના મિત્રને બહારથી ગેરેજ બંધ કરવાનુ કહ્યું હતું. પરંતુ લાંબા સમય સુધી યુવક અને સગીર યુવતી બંને ગેરેજમાંથી બહાર ન આવતા તેને શંકા ગઈ હતી. તેથી તેણે આ અંગે ગેરેજના માલિકને જાણ કરી હતી. જેથી ગેરેજના માલિક ત્યાં આવી પહોંચ્યા હતા. 

ગેરેજના માલિકે શટર ખોલતા જ તેઓ ચોંકી ગયા હતા. અંદર નિખીલ અને યુવતીનો મૃતદેહ પડ્યો હતો. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને તપાસ હાથ ધરી હતી. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, બંને યુવક અને યુવતીઓનું મોત ગાડી ચાલુ હોવાથી નાના એવા ગેરેજમાં ફેલાયેલા ધુમાડાને કારણે ગુંગળામણથી થયુ હોઈ શકે છે. 

કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતીએ કોર્ટને આપ્યા મોટા પુરાવા

એપ્રિલ મહિના માટે ભયાનક આગાહી : 10 એપ્રિલ બાદ અસલી મિજાજ બતાવશે વાતાવરણ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More