Home> Gujarat
Advertisement
Prev
Next

પોરબંદરના યાત્રાળુઓનો રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, 4ના મોત

રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર નજીક એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ સાઇડ ચાલતા 6 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા.

પોરબંદરના યાત્રાળુઓનો રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, 4ના મોત

પોરબંદર: પોરબંદરથી હરિદ્વારની યાત્રાએ નીકળેલા 6 યોત્રીઓને રજસ્થાનના પાલી જિલ્લા નજીક એક ટ્રેક અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

fallbacks

વધુમાં વાંચો: ગુજરાતના આ ગામના લોકો હોલીકા દહન સમયે બોલે છે અપશબ્દો, જાણો કેમ...

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર જિલ્લાના 15 લોકોનું એક ગ્રુપ પોરબંદરથી હરિદ્વારની પદયાત્રાએ 6 માર્ચના રોજ નીકળ્યા હતા. ત્યારે રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર નજીક એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ સાઇડ ચાલતા 6 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું.

જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે પહેલા રાજસ્થાન હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ધાનીબેન ભૂતિયા (ઉ.70), જાહીબેન મોઢવાડીયા (ઉ.55), લીરીબેન મોઢવાડીયા (ઉ.65) અને રાજાભાઇ મોઢવાડિયાનું મોત થયું છે. જ્યારે રાશીભાઇ અને કેસાભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More