Porbandar News : ગુજરાતમા લક્ઝુરિયસ ગાડીઓને પૂરઝડપે હંકારીને અકસ્માત સર્જતા લોકો પર પોલીસનો કોઈ કાબૂ નથી રહ્યો. પરિણામે આજે એક ટીઆરબી જવાને જ જીવ ગુમાવ્યો છે. પોરબંદરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. પોરબંદરમાં TRB તરીકે ફરજ બજાવતી શિવાની લાખાણીનું અકસ્માતમાં ગંભીર રીતે ઈજા થતાં સારવાર સમયે મોત નિપજ્યું છે. કર્લીના પુલ પર ફૂલ સ્પીડે આવતી કારે અકસ્માત સર્જ્યો હતો. ફૂલ સ્પીડે આવતી કારે 3 બાઈકોને અડફેટે લીધાં હતા. અકસ્માતમાં 5 લોકોને ઈજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. કર્લીના પુલ પર ધુમ સ્પીડે આવતી કારે અકસ્માત સર્જયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે ત્રણ જેટલા મોટરસાયકલને અડફેટે લીધા હતા. કારે મોટરસાયકલને અડફેટે લેતા બે લોકો પુલની નીચે ખાબક્યા હતા. જેથી પાણીમાં પડેલા બે વ્યક્તિઓને પોરબંદર ફાયર બ્રિગેડ બહાર કાઢ્યા હતા.
કેવું મોત આવ્યું! હાઈવે પર ઉભેલી બસને પાછળથી આવતી બસે ટક્કર મારી, 4ના મોત
તો આ ઘટનામાં ટીઆરબી તરીકે ફરજ બજાવતી શિવાની લાખાણી નામની યુવતીનું મોત નિપજ્યું છે. શિવાની લાખાણી અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન જ તેણે દમ તોડ્યો હતો.
પોરબંદરમાં કર્લીના પુલ પર પૂર ઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત, 2 લોકો પુલની નીચે પાણીમાં ખાબક્યા#Gujarat #BreakingNews #News pic.twitter.com/jjDQtfFkVn
— Zee 24 Kalak (@Zee24Kalak) November 20, 2023
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલકો પીધેલા હોઇ અને ચાલુ કારે પાર્ટી કરતા હોવાનું અનુમાન છે. અકસ્માતમાં કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
સુરતની આ વડાપાઉ રેસિપી જોઈને ભડક્યા યુઝર્સ, કહ્યું-આ તો વડાપાવની હત્યા છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે