Home> Gujarat
Advertisement
Prev
Next

70 ગુજરાતીઓના જીવ બચાવનાર પોતાનો જીવ ન બચાવી શક્યા, હેલિકોપ્ટર ક્રેશ થઈ દરિયામાં ડૂબ્યું

ગુજરાતના પોરબંદરથી આશરે 45 કિલોમીટર દૂર ભારતીય ફ્લેગવાળી મોટર ટેન્કર હરિ લીલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ક્રૂને બહાર કાઢવા માટે તાત્કાલિક ALH હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડ કરવામાં આવ્યુ હતુ. જો કે હેલિકોપ્ટરમાં 04 એર ક્રૂ ઓનબોર્ડ સાથે ICG હતા.

70 ગુજરાતીઓના જીવ બચાવનાર પોતાનો જીવ ન બચાવી શક્યા, હેલિકોપ્ટર ક્રેશ થઈ દરિયામાં ડૂબ્યું

helicopter crashes off Gujarat coast: પોરબંદર જિલ્લા નજીક આવેલા અરબી સમુદ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગુજરાતમાં પૂરની સ્થિતિ દરમિયાન ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH) દ્વારા ગઈ કાલે (સોમવાર) રાત્રે 11 વાગ્યે પોરબંદરથી લગભગ 45 કિલોમીટર દૂર એક ટેન્કરના ઘાયલ ક્રૂના બચાવ માટે પહોંચ્યુ હતુ. જ્યાં અરબી સમુદ્રમાં હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ભાગ્યવશ 70 ગુજરાતીઓના જીવ બચાવનાર હોલીકોપ્ટર પોતાનો જીવ બચાવી શક્યું નહોતું અને હેલિકોપ્ટર ક્રેશ થઈ દરિયામાં ડૂબ્યું હતું. જેમાં ત્રણ જવાનોના મોતના અહેવાલ છે.

fallbacks

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના પોરબંદરથી આશરે 45 કિલોમીટર દૂર ભારતીય ફ્લેગવાળી મોટર ટેન્કર હરિ લીલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ક્રૂને બહાર કાઢવા માટે તાત્કાલિક ALH હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડ કરવામાં આવ્યુ હતુ. જો કે હેલિકોપ્ટરમાં 04 એર ક્રૂ ઓનબોર્ડ સાથે ICG હતા. આ ઓપરેશન દરમિયાન કથિત રીતે દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ સમયે હેલીકોપ્ટર દરિયામાં ગરકાવ થયું  હતું. જેમાં એક ક્રૂ રિકવર કરવામાં આવ્યો છે. જ્યારે બાકીના 03 ક્રૂની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ICG એ બચાવ પ્રયાસો માટે 04 જહાજો અને 02 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.

હાલમાં માત્ર વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે X પર ટ્વિટ કરી સંપૂર્ણ માહિતી આપી છે. આ ઓપરેશન દરમિયાન દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ હોલીકોપ્ટરમાં સવાર​​​​ બે જવાનો શહિદ થયા હતા. તેમજ એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે એક લાપતા બન્યા હતો. પરંતુ છેલ્લે મળતી માહિતી પ્રમાણે ત્રણેય જવાનો શહીદ થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More