Home> Gujarat
Advertisement
Prev
Next

પોરબંદરમાં ટ્યુશન શિક્ષિકાએ કર્યું એવું કામ કે શરમથી માથું ઝુકી જશે

હોમવર્ક કરીને ન લાવનારા બાળકને ટ્યુશન શિક્ષિકાએ આપી એવી સજા કે બિચારો બાળક પાણી-પાણી થઈ ગયો 
 

પોરબંદરમાં ટ્યુશન શિક્ષિકાએ કર્યું એવું કામ કે શરમથી માથું ઝુકી જશે

પોરબંદરઃ શહેરમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક બાળકને તેના સાથી વિદ્યાર્થીઓ પકડી રહ્યા છે અને તેના કપડા ઉતારીને તેને નિર્વસ્ત્ર કરી રહ્યા છે. આ વીડિયો જોતાં પહેલી નજરે એવું લાગે છે, જાણે કે નાના બાળકો પણ રેગિંગ કરતા થઈ ગયા છે, પરંતુ હકીકત કંઈક જુદી જ છે. જોકે, આ વીડિયો શુક્રવારે શહેરમાં 'ટોક ઓફ ધ ટાઉન' બની ગયો અને આખરે પોલીસને પણ તેના પર કાર્યવાહી કરવી પડી હતી. 

fallbacks

આ વીડિયો પોરબંદરના કમલાબાગ વિસ્તારનો હોવાનું સ્પષ્ટ થયું છે. કમલાબાગ વિસ્તારમાં એક શિક્ષિકા ઘરે પ્રાઈવેટ ટ્યુશન કરાવે છે. તેમના ઘરે ઘણા બધા નાના-મોટા બાળકો ટ્યુશન લેવા આવે છે. એક બાળક પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી શિક્ષિકાએ આપેલું હોમવર્ક કરીને ન આવતાં શિક્ષિકા નારાજ થઈ ગયા અને પછી તેણે એવી સજા કરી કે ભલ-ભલાને શરમ આવી જાય. 

'ટોક ઓફ ધ ટાઉન' બન્યા ગુજરાત પોલીસના Tik Tok વીડિયો, ગૃહ વિભાગમાં હલચલ

શિક્ષિકાએ જે બાળક હોમવર્ક કરીને આવ્યો ન હતો, તેના કરતાં મોટી ઉંમરના અન્ય બાળકોને આ બાળકને પકડીને બધાની વચ્ચે નિર્વસ્ત્ર કરવાનો આદેશ આપ્યો. મોટાં બાળકોએ પણ ટ્યુશન ટીચરનો આદેશ માથે ચડાવીને પેલા નાનકડા બાળકને બધાની સામે નિર્વસ્ત્ર કરી દીધો. બાળક રડતા-રડતા 'ટીચર સોરી... ટીચર સોરી....' એવું બોલતો હતો, પરંતુ પાષાણ હૃદયની શિક્ષિકાને જરા પણ રહેમ ન આવી. 

શહેરમાં આ વીડિયો વાયરલ થયા પછી ટોક-ઓફ-ધ-ટાઉન બની ગયો હતો. આખરે વિસ્તૃત તપાસને અંતે જાણવા મળ્યું કે આ વીડિયો શહેરના કમલાબાગ વિસ્તારમાં ખાનગી ટ્યુશન ચલાવતી શિક્ષિકાનો છે. કમલાબાગ પોલીસે આ વીડિયો મુદ્દે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

જૂઓ LIVE TV....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More