Home> Gujarat
Advertisement
Prev
Next

કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ; વીજ કંપની દ્વારા આ જિલ્લાઓમાં કરાયા મેસેજ

દ.ગુજરાતમાં લાઈટ ગઈ હોવાના સમાચાર મળ્યા છે. જેમાં તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં વીજ ફોલ્ટ, લોકોનો ટોરેન્ટ પાવરની ઓફિસે હોબાળો મચાવ્યો છે. સુરત શહેર સહિત અનેક વિસ્તારોમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પૂરવઠો ખોરવાયો હોવાની માહિતી છે. જેને પગલે અનેક કારખાનાઓમાં કામ કાજ બંધ કરવાની ફરજ પડી છે.

કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ; વીજ કંપની દ્વારા આ જિલ્લાઓમાં કરાયા મેસેજ

ઝી બ્યુરો/સુરત: હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ કંપની દ્વારા વીજળી ગુલના મેસેજ કરાયા હોવાની માહિતી મળી રહી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી ગુલના મેસેજ કરાતા ચારેબાજુ ચર્ચાના વંટોળ ઉભા થયા છે. કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં વીજળી ગુલ થઈ છે.  વીજ કંપની દ્વારા 4થી 6 વાગ્યા સુધીમાં પવાર કાપના મેસેજ કરાયા છે.

fallbacks

દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સુરત શહેર સહિત અનેક વિસ્તારોમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પૂરવઠો ખોરવાયો હોવાની માહિતી છે. જેને પગલે અનેક કારખાનાઓમાં કામ કાજ બંધ કરવાની ફરજ પડી છે. આ અંગે DGVCLના એક અઘિકારીએ જણાવ્યું હતું કે 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ડ્રિપ થઈ છે. આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા. તેમજ હોબાળો કર્યો હતો.

અધિકારીએ જણાવ્યું છે કે, આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી મોટાભાગે ડાઉન ફેઝમાં છે. એક કલાકમાં આ સમસ્યા દૂર થઈ જશે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર(જાંબુઆ)માં રિસ્ટોર કરવા માટે મેનેજ કરી રહ્યા છે. 

ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઉકાઈ TPSની 4 યુનિટ ટ્રિપ થઈ ગઈ છે, જેના કારણે 500 મે.વોટ ઉત્પાદન ઘટ્યું છે. DGVCL હેઠળના વિવિધ સબ-સ્ટેશન્સ પર શૂન્ય વીજ પુરવઠો SPS (સिस्टम પ્રોટેક્શન સ્કીમ) ઓપરેટ થવાને કારણે છે, જે લોડ ઘટાડવા અને સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે કાર્યરત છે. SLDC સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે સુધારાત્મક પગલાં લઈ રહ્યું છે, તેથી કૃપા કરીને ગભરાશો નહીં અને લોડ પુનઃસ્થાપિત થતો જાય અને સિસ્ટમ સામાન્ય સ્થિતિમાં પરત આવે તે અંગે અપડેટ આપતા રહો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More