હિતલ પારેખ/ગાંધીનગર :આ વર્ષે ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 20મી જૂનના રોજ નીકળનારી રથયાત્રા પરંપરાગત રીતે અમદાવાદ સહિત અનેક સ્થાનો ઉપર નીકળતી હોય છે. અમદાવાદ શહેર અને રથયાત્રાનો રૂટ ઉપર વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ હતા, પણ રાજ્ય સરકારની સત્તાને કારણે તેમાં ઘટાડો કરવાની સફળતા મળી છે. જો રથયાત્રા કાઢવામાં આવે તો સોશિયલ જાળવવું અઘરું બને. તેમજ સૌથી વધારે અમદાવાદના કેસ છે. રથાયત્રાના રુટ પર કોરોનાના 1600 જેટલા કેસ હતા. રથયાત્રાના માર્ગ ઉપર 25 જેટલા કન્ટેનમેન્ટ આવેલા છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો ફરી પાછો કોરોના પોઝિટિવનો વધારો થવાની શક્યતા છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતિના અભ્યાસ કર્યા બાદ હાલના તબક્કે રથયાત્રાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરશે. રથયાત્રા અંગે સર્વાંગી રીતે અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય કરવામાં આવશે. અમદાવાદ શહેરની અંદર કોરોના ઘટાડવાની અંદર જે સફળતા મળી છે, આપણે જીવ બચાવવા સફળ રહ્યા છે, તો હવે ફરી રોગનું સંક્રમણનો વ્યાપ ન થાય તે આધાર ઉપર જ નિર્ણય કરાશે.
નેપાળ-ગુજરાતના ભૂકંપ, કેદરનાથના પૂર પહેલા પણ સૂર્યગ્રહણ થયું હતું, તો રવિવારે શું થશે?
કોંગ્રેસના ધારાસભ્યો આજે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા ત સંદર્ભે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભાજપના ત્રણે ઉમેદવારોની જીત નિશ્ચિત છે. ભાજપ પાસે પૂરતા મતોની સંખ્યા છે, કોંગ્રેસ પાસે જે 65 વધ્યા છે તે કયા કોંગ્રેસના ઉમેદવારને વોટ આપે એ કોંગ્રેસનો આંતરિક મામલો છે અને કોંગ્રેસની આંતરિક લડાઈ છે કે કોંગ્રેસના ઈશારે ગેમ કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાં આંતર કલહવાળી સ્થિતિ છે, ભાજપને એક પણ મદદની આવશ્યકતા નથી. ભાજપના ત્રણે ત્રણ ઉમેદવારો જીતશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે