ધવલ ગોકાણી, અમદાવાદઃ અમદાવાદમાં પ્રમુખ સ્વામીમહારાજ શતાબ્દી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના ઓગણજ સરદાર પટેલ રિંગ રોડ પર 600 એકરમાં પ્રમુખસ્વામી મહારાજ નગર બનાવવામાં આવ્યું છે. અહીં પ્રમુખ સ્વામી મહારાજની 45 ફુટ ઊંચી પ્રતિમા, દિલ્હી અક્ષર ધામ મંદિરની રેપ્લિકા, બાલ નગરી, લાઇટ એન્ડ સાઉન્ડ શો, ગ્લો ગાર્ડન સહિત અનેક વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યાં છે. અહીં દરરોજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો દરરોજ સાંજે મહંત સ્વામીની હાજરીમાં સભા પણ થાય છે.
તમે મુલાકાત લઈને વિચારમાં પડી જશો
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો આજે ચોથો દિવસ છે. અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખ નગરીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એવી વસ્તુઓ છે, જેમાં દરેકમાં કોઈ ને કોઈ સંદેશો આપવામાં આવ્યો છે. તો કેટલીક વસ્તુઓ એવી છે જે તમારી કલ્પના બહારનું છે. લોકોને આ નગરી કોઈ જાદુઈ નગરી જેવી લાગી રહે છે.
શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામીના આશીર્વાદ મળશે
પ્રમુખસ્વામી મહારાજે પોતાનું જીવન બીજા લોકોની સેવા કરવામાં સમર્પિત કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ છેલ્લા શ્વાસ સુધી હંમેશા સમાજ માટે વિચારતા હતા. બાપા હંમેશા બધાને આશીર્વાદ આપતા અને દિવસના 24 કલાક હંમેશા લોકોના ભલા માટે કાર્ય કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એક સંદેશો આપતા હતા કે, 'બીજાના ભલામાં આપણું ભલું છે'. પ્રમુખસ્વામી મહારાજના આ શબ્દને યાદ રાખીને શતાબ્દી મહોત્સવમાં મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલી રહ્યો છે. અહીં અનેક મોટા ડોક્ટરો સતત સેવામાં હાજર રહે છે.
આ પણ વાંચોઃ UK નો થોમસ કેમ્બ્રિજમાં ભણે છે, શતાબ્દી મહોત્સવમાં કરે છે સેવા, જાણો અનોખી કહાની
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જ્યાં મેડિકલ હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આવા બે મેડિકલ હેલ્પ સેન્ટર સતત સેવામાં છે. અહીં આવેલા મેડિકલ સેન્ટરમાં લોકોને બાપાના આશીર્વાદ આપવામાં આવે છે. શતાબ્દી મહોત્સવમાં નારાયણ માર્ગ પર આવેલા મેડિકલ સહાય કેન્દ્રમાં તમે પ્રમુખસ્વામી મહારાજ સાથે વાત કરી શકો છો. અહીં એક ટેલિફોન રાખવામાં આવે છે. આ ટેલિફોનનું રિસીવર ઉપાડવાની સાથે પહેલા રિંગ જાય છે અને પછી સામે છેડેથી અવાજ આવે છે, 'જય સ્વામીનારાયણ, પ્રમુખ સ્વામી બોલી રહ્યો છું..... તમારૂ ભલુ થાય... મહારાજના આશીર્વાદ'. આ શબ્દો પ્રમુખસ્વામી મહારાજના છે. પ્રમુખસ્વામી મહારાજનો અવાજ રેકોર્ડ કરીને આ ટેલિફોનમાં સેટ કરવામાં આવ્યો છે. અત્યારે શતાબ્દી મહોત્સવમાં અનેક લોકો આ ફોનમાં બાપાના આશીર્વાદ લઈને પ્રસન્નતાની લાગણી અનુભવી રહ્યાં છો. એટલે તમે પણ જ્યારે અહીં મુલાકાત લેવા માટે જાવ તો પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં.
આ પણ વાંચોઃ PM મોદીની જીતનું રહસ્ય પ્રમુખ સ્વામી મહારાજની પેન, જે તેમને આર્શીવાદ રૂપે મળતી હતી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે