સંદીપ વસાવા/ઓલપાડ: સુરત જિલ્લાના ઓલપાડના કુદિયાણા ગામના આશાસ્પદ યુવાન પ્રતિક પટેલની વીડિયો ક્રિએટર સુપરસ્ટાર બનવાની ઘેલછા ચકનાચૂર થઈ રહી હોવાના અહેસાસથી તેણે ઝેરી દવા પી જઈ મોતને વ્હાલું કર્યું છે. જેના પગલે પરિવારજનો સહિત તાલુકાના તળપદા કોળી પટેલ સમાજમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. પોલીસે યુવાનોએ કરી ખાસ અપીલ.
અંગ દઝાડતી ગરમી સામે શહેરીજનો કેવી રીતે મેળવશે રાહત?AMCના હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો
યુવાનો હોય કે નાના બાળકો હોઈ દિનપ્રતિદિન મોબાઈલ ની લત તેમજ સોશિયલ મીડિયા પર ખુબ ઓછા સમયમાં ઓછી મહેનતે પ્રસિદ્ધિ મેળવવાની ગેલછા સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. બાળકો મોબાઈલ ગેમ રમવા માં તો યુવાનો રિલ્સ ના ચક્કર જોખમી સ્ટંટ કરતા જોવા મળે છે. જોખમી ગેમ અને પ્રસિદ્ધિ મેળવવા કરાતા જોખમી સ્ટન્ટથી અનેક યુવકોએ જીવ ગુમાવ્યા છે.
અંબાજીમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઉગેલા જવેરા પરથી કઢાયો વરસાદનો વરતારો, કેવું રહેશે
ઓલપાડના કાંઠા વિસ્તારના કુદિયાણા ગામે નવી કોલોનીમાં રહેતા રિક્ષા ડ્રાઇવર ઈશ્વરભાઈ જમુભાઈ પટેલનો 21 વર્ષીય પુત્ર પ્રતિક અનેક ફ્ટિનેસ મેળાઓમાં ભાગ લઈ મેડલથી સન્માનિત થયો હતો. પ્રતિક પટેલની વીડિયો ક્રિએટર સુપરસ્ટાર બનવાની મહેચ્છા હતી. જેથી પ્રતિક તે દિશામાં પ્રયાસ કરી રોજ ફ્ટિનેસ સેન્ટરમાં જવા સાથે જિલ્લા અને તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યો હતો. પ્રતિક પોતાના જુદા જુદા વીડિયોની 376 રિલ્સ બનાવી પોતાના ઇન્સ્ટગ્રામ ફેસબુક ઉપર સતત વાયરલ કરી પોતાને ફોલો કરવા અપીલ કરી ફોલોઅર્સ મિત્રો વધારવા પ્રયાસ કરી રહ્યો હતો.
આવી ગઇ અંબાલાલની નવી આગાહી; ગુજરાતમાં ક્યાંક આવશે વંટોળ તો ક્યાંક પડશે કમોસમી વરસાદ
તેમ છતાં અન્ય ઇન્સ્ટગ્રામ સ્પર્ધકોની તુલનામાં પ્રતિકના માત્ર 7,923 ફોલોઅર્સ મિત્રો જણાતા તે પાછળ પડી રહ્યો હોવાથી છેલ્લા ઘણા સમયથી હતાશા અનુભવી રહ્યો હતો. જેના કારણે પ્રતિક પટેલે ગત તા.01 ના રોજ બપોરે પોતાના ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઘાસ મારવાની ગિન્ની નામની ઝેરી દવા ગટગટાવી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો પ્રતિકને સારવાર અર્થે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ચાલુ સારવાર દરમ્યાન ગત ગુરૂવાર ના રોજ ફરજ પરના તબીબે પ્રતિકને મૃત જાહેર કર્યો હતો.
"મને મિત્ર સમજો, નગ્ન ફોટો જરૂરી છે", દુષ્કર્મ બાદ યુવતીના પેટ-ગુપ્તાંગમાં દુ:ખાવો..
ઓલપાડ પોલીસે જણાવ્યું કે, પ્રતિક પટેલે ઝેરી દવા પી લેતા સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, અહીં પોલીસ નિવેદન માટે પહોંચી હતી. પ્રતિકે પોલીસ સમક્ષ નોંધાવેલા ડીડી (ડાઇંગ ડેકલેરેશન) માં પણ પોતે વીડિયો ક્રિએટર સુપરસ્ટાર બનવાના સપના જોતો હતો. જે માટે તે વિવિધ રિલ્સ બનાવતો હતો પણ ફોલોઅર્સ વધતા ન હતા. જેથી પોતાની કેરિઅર બનશે નહિ, પોતાને ફેઇલ થતો હોવાનું માની પ્રતિકે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતુ. તો બીજી તરફ ઓલપાડ પોલીસે દ્વારા સોસીયલ મીડિયા માં રચ્યા પચ્યા રહેતા યુવાનો જોગ એક સંદેશ આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે